રાઈડ્સ દુર્ઘટનાના કોન્ટ્રાક્ટરને શિરપાવરૂપે જલધારા વોટરપાર્ક આપવાનો ર્નિણય
સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ને કાંકરિયા બાલવાટિકા એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ૨૦૧૯માં જે રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બની હતી.
તેમાં આ જ કંપનીના સંચાલક અને તેના પુત્ર સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
(પ્રતિનિધિ) અમદાવાદ, AMC અને ભાજપના સત્તાધીશો દ્વારા કાંકરિયા વિસ્તારમાં આવેલા જલધારા વોટરપાર્ક ને ફરીથી શરૂ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
https://westerntimesnews.in/news/6452/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b2%e0%aa%b5%e0%aa%be%e0%aa%9f%e0%ab%80%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%ab%ab-%e0%aa%b0%e0%aa%be%e0%aa%88%e0%aa%a1%e0%aa%b8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae/
જલધારા વોટરપાર્કને રીનોવેશન કરી અને ૧૫ વર્ષ માટે પીપીપી ધોરણે ચલાવવા માટે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને સોંપવા માટેની દરખાસ્ત રીક્રીએશન એન્ડ કલ્ચર કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીને ફરીથી જ આટલો મોટો કરોડો રૂપિયાનો પ્રોજેકટ આપી ફાયદો કરાવવા માટે થઈ આ દરખાસ્ત લાવવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે કાંકરિયા જલધારા વોટરપાર્કને રીનોવેશન કરી અને ફરીથી ૧૫ વર્ષ માટે ચલાવવાનો કોન્ટ્રાક્ટ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જે ભાજપના પૂર્વ કોર્પોરેટર ના ભાઈની છે તેને આપવાનો ર્નિણય લેવામાં થઈ રહ્યો છે.
https://westerntimesnews.in/news/7991/%e0%aa%ae%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%be%e0%aa%88%e0%aa%a1%e0%ab%8d%e2%80%8c%e0%aa%b8/
૨૦૧૯માં આ કંપનીની બેદરકારીને કારણે કાંકરિયા બાલવાટિકામાં રાઈડ તૂટી પડતા બે લોકોના મોત થયા હતા. બેદરકારી દાખવી અને માનવ જીવન સાથે ચેડા કરનાર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે ત્યારે ફરીથી જાે આવી દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને નવો કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે તે જરૂરી છે.
https://westerntimesnews.in/news/212549/balvatika-rides-accident/
સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ને કાંકરિયા બાલવાટિકા એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ૨૦૧૯માં જે રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. તેમાં આ જ કંપનીના સંચાલક અને તેના પુત્ર સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. આ કંપનીની બેદરકારીના કારણે બે નિર્દોષ નાગરિકના જીવ ગયા હતા ત્યારે ફરીથી જ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ભાજપના સત્તાધીશો માનવદ્રોહ કરી રહયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.