ગુજરાતના ‘કલીન સ્ટ્રીટ ફૂડ હબ’ જેવું મોડેલ દેશના 100 શહેરોમાં લાગુ કરવા નિર્ણય
(એજન્સી)અમદાવાદ, ગુજરાત સહીત દેશભરના લોકોમાં સ્ટ્રીટ ફૂડ હંમેશા પોપ્યુલર રહયું છે કે જાેકે, તેની ગુણવત્તાનો મુદો કાયમ ચર્ચામાં રહે છે. લોકોને સ્ટ્રીટ ફૂડ ગમે તો છે પણ સાથે સ્વાસ્થ્યને લઈને પણ ચિતા કરતા હોોય છે.
આ જ કારણોથી ગુજરાત સરકારે કલીન સ્ટ્રીટ ફૂડ હબ મોેડેલ બનાવ્યું હતું અને તેમાં રોડ પર ઉભા રહેતા ફુડ બિઝનેસ ઓપરેટર્સને કવોલીટી અને સેફટી સહીતની બાબતો અંગે ટ્રેનીગ આપવામાં આવી હતી.
હવે ગુજરાતનું આ મોડેલ દેશના અન્ય શહેરોમાં પ લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ફુડ સેફટી ઓથોરીટી ભારતના ૧૦૦ શહેરોમાં ગુજરાતના કલીન સ્ટ્રીટ ફુડ હબ મોડેલ જેવું જ સેફટી ઓથોરીટી ભારતના ૧૦૦ શહેરોમાં ગુજરાતના કલીન સ્ટ્રીટ ફૂુડ હબ મોડેલ જેેવું જ મોડેલ લાગુ કરશે.
આ માટે જે તે રાજયની લોકલ કોર્પોરેશન સાથે સહયોગ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે રૂ.૧૦૦ કરોશડ ખર્ચશે. ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન એફડીસીએ ગુજરાતના કમીશ્નર એચ.જી. કોશીયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ હેઠળ ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત, અને ભાવનગરમાં પાલીતાણા ખાતે કલીન સ્ટ્રીટ ફુડ હબ બનાવવામાં આવશે.