Western Times News

Gujarati News

રાજ્યના NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ આપવાનો નિર્ણય

આણંદમાં છેલ્લા બે વર્ષમાં ૬.૫૮ લાખ તેમજ અરવલ્લી-સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ ૪.૮૪ લાખથી વધુ કાર્ડ અપાયા:આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

છેવાડાના માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ ૨૦૧૩માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે જેને  સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં તા.૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૬.૫૮ લાખ,અરવલ્લી જિલ્લામાં ૨.૧૨ લાખ તેમજ સાબરકાંઠામાં ૨.૭૨ લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-

PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

શ્રી પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, PMJAY યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૬૮.૨૫ કરોડના ખર્ચે ૩૭,૮૪૦ લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩,૨૭૦ લાભાર્થીઓને રૂ. ૩૦.૦૨ કરોડ જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ૫૩,૧૯૦ લાભાર્થીઓને રૂ. ૧૧૬.૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં કુલ ૪૫ માંથી ૨૭ સરકારી ૧૮ ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં ૫૯માંથી ૪૪ સરકારી અને ૧૫ ખાનગી જ્યારે સાબરકાંઠામાં ૯૧ માંથી ૬૨ સરકારી અને ૨૯ ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PMJAY કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય પણ સરકારે કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.