Western Times News

Gujarati News

એક જ સર્વે નંબરવાળા ખેતરોમાં વધુ એક વીજજાેડાણ આપવાનો ર્નિણય

વરસાદી પાણીનો ઉપયોગ કરનારા ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જાેડાણ આપવા ર્નિણય

(એજન્સી)ગાંધીનગર, નવા વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેક્શન ઉપરાંત વધુ એક વીજ જાેડાણ આપવાનો ર્નિણય કર્યો છે.

રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કેટલાક ર્નિણય લીધા છે. ત્યારે વરસાદી પાણી (સરફેસ વૉટર)નો ઉપયોગ કરનાર ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જાેડાણ આપવાનો ર્નિણય કરાયો છે. જેના કારણે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.

ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, આ ર્નિણયથી ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્‌ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જાેડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટાપાયે ઘટાડો નોંધાશે. આ સાથે રાજ્યની આવકમાં પણ ફાયદો થશે.

મહત્વનું છે કે, ખેડૂતો દ્વારા ઉર્જામંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોએ હયાત વીજ કનેક્શન સિવાય અન્ય એક કનેક્શન આપવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને આ ર્નિણય લેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.