Western Times News

Gujarati News

ભારત-મ્યાનમારની સરહદ ૩૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સીલ કરવાનો નિર્ણય

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મણિપુરમાં ઘૂસણખોરોને રોકવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેની ૧૬૧૦ કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર સરહદ પર ભારે ફેન્સીંગ પણ લગાવશે, જેની શરૂઆત થઇ ચૂકી છે.

આ સિવાય સીઆઆરપીએફની ૨ બટાલિયનને પણ કાયમી ધોરણે મણીપુરમાં તહેનાત કરવામાં આવશે. જ્યારે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના ૨૦,૦૦૦ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મોદી સરકારે ૧૦૦ દિવસમાં મણીપુરની સ્થિતિને સંભાળવા માટે પૂરી કોશિશ કરી રહી છે.

સરકારે મ્યાનમાર સરહદ પર ળી મૂવમેન્ટ સિસ્ટમને નાબૂદ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સુરક્ષાને લઈને નિયમિત સમીક્ષા કરી રહ્યા છે, અને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરી રહ્યા છે. મણિપુરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની બે બટાલિયન તહેનાત કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્રીય પોલીસ દળોની લગભગ ૨૦૦ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.

ત્યાંના લોકોનો સીઆરપીએફ પર વિશ્વાસ વધ્યો છે. મણિપુર સરકારે સામાન્ય લોકોને વ્યાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે ૨૫ દુકાનો/મોબાઈલ વાન શરૂ કરી છે.

આ દુકાનો/મોબાઈલ વાન મણિપુરના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે. એક નવી પહેલ હેઠળ મણિપુરના લોકોને વાજબી ભાવની ચીજવસ્તુઓ પૂરી પાડવા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી સામાન્ય લોકો માટે કેન્દ્રીય પોલીસ કલ્યાણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

હાલના ૨૧ કેન્દ્રો ઉપરાંત ૧૬ નવા કેન્દ્રો પણ ખોલવામાં આવી રહ્યા છે. ૧૬ નવા કેન્દ્રોમાંથી ૮ ખીણમાં અને બાકીના ૮ પહાડી વિસ્તારોમાં હશે.

મળતી માહિતી અનુસાર પાડોશી દેશ મ્યાનમારથી ઘૂસણખોરો મણીપુરમાં પ્રવેશ કરી રહ્યા છે. જેને લઈને સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિએ ભારત અને મ્યાનમાર વચ્ચેની ૧૬૧૦ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર અંદાજે ૩૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફેંસ લગાવવા અને સરહદ રોડ બનાવવાના માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

મોરેહની ઉપર લગભગ ૧૦ કિમી સરહદ પર ફેંસ ઉભી કરવામાં આવી છે. આ સિવાય મણિપુરમાં અન્ય ૨૧ કિમી સરહદની ફેંસ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. મેતઈ અને કુકી સમુદાયો વચ્ચે સતત વાટાઘાટો કરવામાં આવી રહ્યો છે, જેથી શક્ય તેટલી વહેલી તકે મણીપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.