રાજસ્થાની સ્ટાઈલમાં ઘરની કરો સજાવટ
આપણા દેશમાં અલગ અલગ રાજયોની સંસ્કૃતિ સમાયેલી છે. દરેક રાજયની પોતપોતાની ખાસિયત છે. જાેકે એવી કેટલીક સંસ્કૃતિ છે જેના રંગ દરેક પ્રાંતના લોકોને આકર્ષે છે. આવી જ સંસ્કૃતિ છે રાજસ્થાનની સંસ્કૃતિ, તમે તમારી પસંદગી પ્રમાણે રાજસ્થાનની રંગબેરંગી રંગછટા અને ઈન્ટિરિયરની મદદથી તમારા ઘરની સજાવટ કરી શકો છો.
ડોર હેન્ગિંગ : ઘરનું મુખ્ય દ્વાર આખા ઘરની સંુદરતાનો પહેલો પરિચય આપે છે. ઘરનું મુખ્ય દ્વાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ બહુ મહત્વનું છે. ઘરના દરવાજામાંથી જ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને એટલે એની સજાવટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. ઘરના મુખ્ય દ્વારને રાજસ્થાની ઓપ આપવા માટે રંગબેરંગી ડોર હેન્ગિંગનો ઉપયોગ કરી શકાય છે. જાે તમારે ઘરને પેઈન્ટ કરવાનો ખર્ચ ન કરવો હોય તો દીવાલ પર રાજસ્થાની ડિઝાઈનના વોલપેપરનો ઉપયોગ કરી શકાય છે. જાે તમારામાં આવડત હોય તો દીવાલ પર રાજસ્થાની મહિલાઓ કે ઉંટ જેવા ચિત્રો દોરી શકાય છે.
રાજસ્થાની ગાલીચો : જાે તમારા ઘરની ટાઈલ્સ જૂની અને ખરાબ થઈ ગઈ હોય તો તમે એના પર રાજસ્થાની વર્કવાળો ગાલીચો પાથરીને આકર્ષક લૂક મેળવી શકો છો. હાથી, મોર તેમજ ઉંટ જેવી ડિઝાઈનવાળા આકર્ષક ગાલીચા ઘરને સુંદર લાગી આવશે. આ સિવાય અલગ અલગ પેચવર્કવાળા ગાલીચા પણ ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે.
ચાદર અને કુશન : મારવાડી પ્રિન્ટવાળી રાજસ્થાનની ચાદર બહુ જ કલરફુલ લાગે છે અને આના કારણે રૂમની રોનક વધી જાય છે. આ ચાદરની સાથે સાથે મોતી અને આભલો ભરેલા કુશન બહુ જ સુંદર લાગે છે.
રાજસ્થાની બેઠક : કપડાંની બનેલી રાજસ્થાની બેઠક એ બીન બેગનું પરંપરાગત સ્વરૂપ છે. એની અંદર કપડાં કે પ્લાસ્ટિક ભરીને એનો ઉપયોગ આરામદાયક બેઠક તરીકે કરી શકાય છે. આ પ્રકારની રાજસ્થાની બેઠક બહુ વાજબી કિંમતમાં મળે છે.