ક્રિકેટ રમ્યા બાદ મિત્રના પગ પાસે ઢળી પડ્યો હતો દીપેશ

નવી દિલ્હી, ભાભીજી ઘર પર હૈમાં મલખાન સિંહ’ના પાત્રમાં જાેવા મળેલા એક્ટર દીપેશ ભાનના નિધનથી પરિવાર નોંધારો બની ગયો છે. તેના કો-સ્ટાર્સ અને મિત્રોને તે આ દુનિયામાં નથી રહ્યો તે વાત પર હજી વિશ્વાસ થઈ રહ્યો નથી.
શનિવારે (૨૩ જૂન) વહેલી સવારે નિધન થયા બાદ મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે બાદ સોમવારે (૨૫ જુલાઈ) તેની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ દરમિયાન દીપેશના ખાસ મિત્ર ઝૈન ખાને તેની અંતિમ ક્ષણો વિશે મીડિયા સાથે વાત કરી હતી.
ઝૈને કહ્યું હતું કે, ‘સવારના ૭.૨૦ વાગ્યા હતા. અમે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. તે દોડીને મારી પાસે આવ્યો હતો અને ક્રિકેટ રમવા જવા ઈચ્છતો હતો. કોલ ટાઈમ હોવાથી સામાન્ય રીતે શનિવારે તે રમતો નહોતો. પરંતુ તે દિવસે તેને મોડું શૂટિંગ હતું. તે મારા પ્રત્યે હંમેશા સપોર્ટિવ હતો અને અમે કામ વિશે વાતો કરતાં હતા.
દીપેશ બોલિંગ ટીમમાં હતો અને હું બેટિંગમાં હતો. તેણે ઓવર ફેંકી હતી અને મારી પાસે કેપ લેવા માટે આવ્યો હતો. તે મારા પગ પાસે ઢળી પડ્યો હતો અને તેના શ્વાસ થંભી રહ્યા હોવાનું અનુભવી શક્યો હતો. મને આઘાત લાગ્યો હતો અને ક્યારેય તેને આ રીતે જાેયો નહોતો. તે હંમેશાથી એક્ટિવ રહેતો હતો. મેં ક્યારેય તેને બીમાર પડતાં જાેયો નહોતો. તે અમને હસાવતો હતો.
અમે તમામ સ્તબ્ધ થઈ ગયા હતા. અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરંતુ સમય જઈ રહ્યો હતો. અમે રાહ જાેવા માગતા નહોતા, તેથી અમારી કાર લીધી હતી અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હું તેમાંથી બહાર આવવા માટે સક્ષમ નથી.
મીડિયા મને ફોન કરી રહી છે અને તે ક્ષણને યાદ કરીને મને પીડા થઈ રહી છે. મારા હાથમાં એક મિત્ર ગુમાવવો, તે અત્યંત દુખદાયી લાગણી છે’, તેમ તેણે ઉમેર્યું હતું. ઝૈને વધુમાં કહ્યું હતું કે ‘તેનો દીકરો મીત નાનો છે. અમે તેની સાથે રમતા હતા. તે મને ચાચુ કહીને બોલાવે છે. તેને સિંગિંગ ગમે છે અને દીપેશ તેના દીકરાને સિંગર બનાવવા માગતો હતો. પરંતુ હવે તે માત્ર સપનું બનીને રહી ગયું. પરંતુ હું મીત માટે કંઈક કરવાનો પ્રયાસ કરીશ. હું તેના માટે તેનું સપનું પૂરું કરીશ’.SS1MS