Western Times News

Gujarati News

દિપીકા #૧ઃ શાહરૂખને પણ કમાણીમાં પાછળ રાખી દીધો

મુંબઈ, ‘કલ્કિ ૨૮૯૮ એડી’ તેજ ગતિએ ચાલી રહી છે અને હવે રિલીઝના ચોથા અઠવાડિયાના અંતે આ ફિલ્મ ‘જવાન’નો રેકોર્ડ તોડવા જઈ રહી છે.

ત્રીજા સોમવારે કલ્કિએ ભારતમાં અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. પ્રભાસ અને દીપિકાની આ ફિલ્મે ભારતમાં ૫૮૪.૪૫ કરોડ જેટલી કમાણી કરી લીધી છે, જેમાં સોમવારે સૌથી ઓછી ૪.૩ કરોડની આવક રહી. શાહરૂખની ‘જવાન’એ ભારતમાં ૬૪૦.૨૫ કરોડની આવક કરી હતી. નોંધપાત્ર વાત છે કે, માત્ર હિન્દી બેલ્ટમાંથી જ આ ફિલ્મે ૧૯ દિવસમાં ૨૫૭.૧ કરોડની કમાણી કરી છે.

જે તેલુગુ ફિલ્મના ૨૬૭.૧ કરોડના બિઝનેસથી બહુ પાછળ નથી. તેથી જવાનને પાછળ છોડવામાં હવે કલ્કિ બહુ દૂર હોય તેમ જણાતું નથી. જો એસએસ રાજામૌલિની ‘ઇઇઇ’ની વાત કરવામાં આવે તો તેણે કુલ ૭૮૨.૨ કરોડની કમાણી નોંધાવી હતી. ત્યાં સુધી પહોંચવું કલ્કિ માટે થોડું અઘરું બની શકે છે.

કલ્કિને ઓડિયન્સનો સારો રિસ્પોન્સ મળવાની શક્યતા અન્ય ફિલ્મમેકર્સને દેખાઈ હતી. જેના કારણે ઓગસ્ટ મહિના પહેલાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થવાની નથી. મોટી ટક્કર ન હોવાથી કલ્કિને પડકારનો સામનો કરવાનો નથી

૨૬ જુલાઈએ ‘ડેડપુલ’ની રિલીઝ પછી કલ્કિના કલેક્શનને અસર પહોંચી શકે છે, પણ આ હોલિવૂડ ફિલ્મ છે તે યાદ રાખવું જોઈએ.કલ્કિ આ રીતે આગળ વધતી રહે તો વર્લ્ડવાઇડ ૧૦૦૦ કરોડની કમાણી આસાનીથી કરી લેશે તેવી ગણતરીઓ માંડવામાં આવી રહી છે.

કલ્કિની સફળતા સાથે દીપિકાએ ફિલ્મને સૌથી વધુ આવક કરાવી આપતી હિરોઇન તરીકે સ્થાન મેળવ્યું છે, કોવિડ સમયગાળા બાદ સૌથી વધુ કમાણી કરનારા એક્ટર શાહરૂખને પણ દીપિકાએ પાછળ રાખી દીધો છે.

૨૦૧૮માં ‘ઝીરો’ને મળેલી પછડાટ બાદ શાહરૂખે ૨૦૨૩માં ચાર વર્ષના બ્રેક બાદ કમબૅક કર્યું હતું. તેની ‘પઠાણ’એ ૫૪૩.૨૨ કરોડની આવક કરી હતી જ્યારે ‘જવાન’ તેનાથી પણ વધુ સારી ચાલી અને ૬૪૦.૪૨ કરોડની કમાણી કરી હતી. વર્ષ ૨૦૨૩ના અંતે તેની ‘ડંકી’ આવી જે ૨૩૨ કરોડમાં સમેટાઈ હતી.

આમ કોવિડ પછી એક જ વર્ષમાં શાહરૂખ એકલો ૧૦૦૦ કરોડની કમાણી કરનારો એક્ટર બની ગયો હતો. જ્યારે કોવિડ પછી દીપિકાની ચાર ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાં ‘૮૩’, ‘પઠાણ’, ‘ફાઇટર’, ‘જવાન’માં કેમિયો અને હવે ‘કલ્કિ ૨૮૯૮ એડી’નો સમાવેશ થાય છે. ‘૮૩’ ભલે નિષ્ફળ રહી પરંતુ તેને ૧૦૨ કરોડની આવક થઈ હતી. ‘પઠાણ’ બ્લોક બસ્ટર હતી, તેને ૫૪૩.૨૨ કરોડની કમાણી કરી હતી.

ફાઈટર પણ ખાસ ચાલી નહોતી, પરંતુ તેણે ૨૧૫ કરોડની આવક મેળવી હતી. જ્યારે ‘કલ્કિ’ ૫૭૨ કરોડ જેટલી કમાણી પછી પણ સફળતાપૂર્વક ચાલી રહી છે. આમ કોવિડ પછીની દીપિકાની ફિલ્મોની કમાણી લગભગ ૧૪૩૨.૧૭ કરોડે પહોંચે છે. આમ તેણે શાહરૂખ ને પાછળ રાખી દીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.