દીપિકા અને રણવીર સિંહે અલીબાગમાં ખરીદ્યું નવું ઘર

ગૃહ પ્રવેશ પૂજાની તસવીરો સામે આવી
તસવીરમાં બંને ઘરનો મેઈન ગેટ ખોલતા દેખાઈ રહ્યા છે, પરંતુ તેમાં તેમનો માત્ર હાથ દેખાઈ રહ્યો છે
મુંબઈ, બોલિવુડના સૌથી ફેમસ કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ દરેકના ફેવરેટ છે. તેમની કેમેસ્ટ્રીથી લઈને તેમની દરેક વાતની ચર્ચા લગભગ દરરોજ થતી રહે છે.
દીપિકા અને રણવીરને ઈન્ડસ્ટ્રીનું બેસ્ટ કપલ કહેવાય છે. બંને એકબીજાની સાથે એક પ્રેમભર્યું બંધન શેર કરે છે અને તેની ઝલક તેમના સોશિયલ મીડિયા પર જાેવા મળતી રહે છે. તાજેતરમાં જ કપલે અલીબાગમાં નવું ઘરી ખરીદ્યું છે, જેની તસવીરો રણવીરે શેર કરી છે.
બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પદુકોણ અને રણવીર સિંહને ફેન્સ પ્રેમથી દીપવીર કહીને બોલાવે છે. કપલે મુંબઈની નજીક એક દરિયા કિનારે અલીબાગમાં પોતાના આલીશાન ઘરમાં ગૃહ પ્રવેશની પૂજા કરી. બંનેએ ગૃહ પ્રવેશની કેટલીક સુંદર અને દિલને સ્પર્શી લેતી ક્ષણો શેર કરી.
આ પ્રાઈવેટ સેરેમનીમાં દીપવીરની સાથે તેમના પરિવારજનો પણ હતા. એક તસવીરમાં રણવીર અને દીપિકા ગૃહ પ્રવેશની પૂજા કરતા જાેવા મળી રહ્યા છે. બીજા ફોટોમાં હવનની અગ્નિ છે, જેમાં બંને આહૂતિ આપી રહ્યા છે. તો અન્ય એક ફોટોમાં કલશ મૂકેલો જાેવા મળી રહ્યો છે.
તો એક તસવીરમાં બંને આરતી કરી રહ્યા છે. જ્યારે એક ફોટામાં કપલે એકબીજાના હાથોમાં હાથ રાખ્યો છે. એક ફોટોમાં રાણવીર નારિયળ વધેરતો જાેવા મળી રહ્યો છે. છેલ્લી તસવીરમાં બંને ઘરનો મેઈન ગેટ ખોલતા દેખાઈ રહ્યા છે, પરંતુ તેમાં તેમનો માત્ર હાથ દેખાઈ રહ્યો છે.
તાજેતરમાં રણવીર અને દીપિકાએ એક સાથે રેમ્પ વોક કર્યું હતું. જેના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. રેમ્પમાં બંને એકબીજામાં ખોવાઈ ગયા હતા. દીપિકાને એકટશે જાેઈ રહેલા રણવીરના ઘણા ફોટોઝ પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા.ss1