બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સુક છે દીપિકા અને શોએબ
મુંબઈ, ટીવી કપલ શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કર જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે. દીપિકાની પ્રેગ્નેન્સી દરમિયાન શોએબ તેનું વિશેષ ધ્યાન રાખી રહ્યો છે. દીપિકાનું અગાઉ મિસકેરેજ થયું હતું હતું ત્યારે આ પ્રેગ્નેન્સી વખતે તેણી કોઈ રિસ્ક નથી લેવા માગતી.
શોએબ પણ દીપિકાને આરામ આપવામાં અને તેની સંભાળ લેવામાં કોઈ કચાશ નથી રાખી રહ્યો. હાલમાં જ દીપિકાના પગમાં સોજા ચડી ગયા હોવાથી શોએબે સૌના માટે ઈફ્તારીનું ભોજન બનાવ્યું હતું. દીપિકા અને શોએબે પોતાના લેટેસ્ટ વ્લોગમાં હવે ફેન્સને એક નવી વસ્તુ બતાવી છે. બંનેએ આવનારા બાળકના રૂમની ઝલક બતાવી છે.
વિડીયોમાં દીપિકા ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. તે કહે છે, હું ખૂબ ઉત્સાહિત છું. હવે હું કલ્પના કરી શકું છું કે રૂમ તૈયાર થયા પછી કેવો લાગશે. આજે અમારા ડિઝાઈનરે પણ કહ્યું કે, રૂમ ઈદ સુધીમાં તૈયાર થઈ જશે. હવે હું વધારે રાહ નથી જાેઈ શકતી.
શોએબે ત્યાર પછી બતાવ્યું કે તેઓ કેવો રૂમ બાળક માટે પ્લાન કરી રહ્યા છે. તે કહે છે કે, અહીં બે રૂમ બાજુ-બાજુમાં હતા અને તેની વચ્ચેની દિવાલ તોડી નાખી છે જેથી બંને રૂમ એકબીજા સાથે કનેક્ટેડ રહે. અમે એક નવો દરવાજાે લગાવીશું જેથી આ બધી જ જગ્યા કવર થઈ જાય. એક તરફ અમારો બેડરૂમ હશે અને બીજી બાજુ અમારા બેબીનો રૂમ હશે.
અમારા ડિઝાઈનરે કહ્યું છે કે, ઈદ સુધીમાં તૈયાર થઈ જશે. જણાવી દઈએ કે, દીપિકા કક્કરના આ બીજા લગ્ન છે. અગાઉ ૨૦૧૧માં તેણે ફ્લાઈટ અટેન્ડન્ટ રોનક સેમસન સાથે લગ્ન કર્યા હતા. જાેકે, ૨૦૧૫માં તેમના ડિવોર્સ થયા હતા. સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના શૂટિંગ દરમિયાન દીપિકા અને શોએબ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ૨૦૧૮માં બંનેએ નિકાહ કર્યા હતા. હવે લગ્નના પાંચ વર્ષ પછી તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.SS1MS