Western Times News

Gujarati News

રુહાન એક મહિનાનો થતાં દીપિકા કક્કરે બતાવી પહેલી ઝલક

ફોઈ સબા લઈ આવી ખાસ કેક

દીપિકા અને શોએબે દીકરો એક મહિનાનો થતાં તેની તસવીર શેર કરી હતી, જેમાં તેમના દીકરાની પહેલી ઝલક જાેવા મળે છે

મુંબઈ, દીપિકા કક્કરને મા બને એક મહિનો પૂરો થયો છે. તેણે ૨૧ જૂને દીકરા રુહાનને જન્મ આપ્યો હતો. જાેકે, બાળક પ્રી-મેચ્યોર હોવાથી તેને દ્ગૈંઝ્રેંમાં રાખવામાં આવ્યો હતો. લગભગ ૨૦ દિવસ બાદ ૧૦ જુલાઈએ દીપિકા અને તેના દીકરાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દીપિકા-શોએબના દીકરાના જન્મને એક મહિનો પૂરો થયો છે. ૨૧ જુલાઈએ કપલને તેમના પરિવારે સરપ્રાઈઝ આપી હતી. કેક કાપી હતી અને ગિફ્ટ્‌સ આપી હતી. Deepika Kakkar showed the first glimpse of Ruhan

ફોઈ બનેલી સબા ખૂબ ઉત્સાહિત હતી અને તેણે પોતાના ભાઈ-ભાભીને ગિફ્ટ આપીને ખુશ કરી દીધા હતા. દીપિકા અને શોએબે દીકરો એક મહિનાનો થતાં તેની તસવીર શેર કરી હતી. જેમાં તેમના દીકરાની પહેલી ઝલક જાેવા મળે છે. ફોટોમાં જાેઈ શકો છો કે, શોએબે દીકરાને હાથમાં લીધો છે અને દીપિકા તેના નાનકડા હાથને ચૂમી રહી છે. આ ક્યૂટ ફેમિલી ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ ફોટો શેર કરતાં કપલે લખ્યું, “રુહાન?? તેને તમારી પ્રાર્થનાઓમાં રાખવા માટે સૌનો આભાર. શોએબ ઈબ્રાહિમે દીકરો એક મહિનાનો થતાં વ્લોગ પણ બનાવ્યો છે. જેમાં ૨૦ અને ૨૧ જુલાઈના દિવસોને આવરી લેવાયા છે. તેણે વિડીયોની શરૂઆતમાં જણાવ્યું કે, ‘અજુની’ના સેટ પર દીપડો આવી ગયો હતો એટલે પાંચ દિવસ સુધી શૂટિંગ રોકી દેવાયું છે. એટલે હાલ પાંચ દિવસની રજા છે. એક્ટરે આગળ જણાવ્યું કે, તેની બહેન સબા મૌહદાથી કેટલીક ગિફ્ટ લઈને આવી છે. તેઓ વ્લોગમાં ગિફ્ટ ખોલતાં પણ દેખાઈ રહ્યા છે.

બોક્સમાં બાળક માટે કપડા અને નજરિયા હતા. શોએબ અને દીપિકાને રાત્રે ૧ વાગ્યાની આસપાસ પરિવારના સભ્યોએ સરપ્રાઈઝ આપી હતી. તેમણે ૧ આકારની કેક તૈયાર કરાવી હતી. કપલે કેક કાપ્યા પછી સૌનું મોં મીઠું કરાવ્યું હતું. રેહાન અને રિઝાએ રુહાનને ગિફ્ટ આપી હતી. તેઓ સોફ્ટ ટોય્ઝ લાવ્યા હતા. આ જાેઈને સૌ ખૂબ ખુશ થયા હતા. શોએબે વ્લોગના અંતે જણાવ્યું કે, બાળકના આવ્યા પછી વ્યસ્તતા વધી ગઈ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.