ચાલતા-ચાલતા દિપિકા કક્કરે અચાનક ગુમાવ્યું બેલેન્સ
મુંબઈ, ટીવી શૉ સસુરાલ સિમર કાથી જાણીતી એક્ટ્રેસ દિપિકા કક્કરએ હાલમાં જ દાદાસાહેબ ફાળકે આઈકોન એવોર્ડમાં પતિ શોએબ ઈબ્રાહિમ સાથે હાજરી આપી.
ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દિપિકા કક્કર એક વ્યક્તિ પર ગુસ્સે થતી જાેવા મળી રહી છે. વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે ચાલીને જઈ રહેલી દિપિકા કક્કર અચાનક બેલેન્સ ગુમાવે છે અને પડતા પડતા રહી જાય છે. ત્યારે ત્યાં નજીક એક વ્યક્તિ દિપિકા કક્કરને ટેકો આપવા દોડી આવે છે પણ દિપિકા કક્કરને આ પસંદ આવતું નથી.
દિપિકા કક્કર તે વ્યક્તિ પર જાણે ગુસ્સે થઈ જાય છે. દિપિકા કક્કર ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’થી પોપ્યુલર થયેલી એક્ટ્રેસે બિગ બોસમાં ભાગ લઈને સૌને ચોંકાવી દીધા હતા. બિગ બોસની ૧૨મી સીઝનની વિનર પણ બની હતી.
વર્ષ ૨૦૧૯માં દીપિકા કક્કરે તેની ડ્રીમ કાર BMW ૬ સીરીઝ 6 ખરીદી હતી. એક્સ શોરૂમ મુજબ આ કારના ડિઝલ વેરિયંટની શરૂઆતની કિંમત ૬૬.૫૦ લાખ રૂપિયા છે. બ્લૂ રંગની BMWની તસવીર શેર કરીને દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, મારી ડ્રીમ કારનું સ્વાગત છે. દીપિકાના પતિ શોએબે પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને નવા મહેમાનનું ઘરે સ્વાગત કર્યું હતું.
દેબીના બેનર્જી-ગુરમીત ચૌધરી અને કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ થોડા દિવસ પહેલા જ દીકરીના માતા-પિતા બન્યા છે. હવે, ખૂબ જલ્દી વધુ એક એક્ટ્રેસના ઘરે બાળકની કિલકારી ગૂંજવાની છે, તેનું નામ છે નેહા મર્દા. બાલિકા વધૂ ફેમ આ એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ સાથેના મેટરનિટી ફોટોશૂટની એક સુંદર તસવીર શેર કરીને ફેન્સને ગુડન્યૂઝ આપ્યા છે.
તસવીરમાં તે લાલ કલરના સાટીનના ગાઉનમાં જ્યારે તેનો પતિ આયુષ્માન અગ્રવાલે બ્લેક સૂટ પહેર્યું છે. બંનેએ ખેતરમાં ઉભા રહીને પોઝ આપ્યો છે. આ સાથે નેહાએ લખ્યું છે ‘શ્રી શિવાય નમસ્તુભ્યમ. આખરે ભગવાન મારી અંદર આવી ગયા છે. ૨૦૨૩માં બાળક આવી ગયું છે’.
આ ગુડન્યૂઝ મળતાં જ શ્રેણુ પરીખ, માયરા મિશ્રા, અર્શી સિંહ, રશ્મિ દેસાઈ, અનિતા હસનંદાની તેમજ વિકાસ કાલાંત્રી સહિતના મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે.SS1MS