દીપિકા પાદૂકોણ માતા તરીકેનાં ગિલ્ટ વિના કામ પર પાછા ફરવાની મૂંઝવણમાં

મુંબઈ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંગે થોડાં મહિનાઓ પહેલાં દિકરી દુઆને જન્મ આપ્યો છે. તાજેતરમાં અબુ ધાબીની ઇવેન્ટમાં તેણે મા તરીકેના ગિલ્ચ અને કામ પર પાછા ફરવાની ઇચ્છા વિશે વાત કરી હતી.
અબુ ધાબીમાં યોજાયેલી ફોર્બ્સ ૩૦/૫૦ ગ્લોબલ સમિટમાં દીપિકાએ તે માતૃત્વ અને કામ વચ્ચે કઈ રીતે સંઘર્ષ કરે છે, તે અંગે કહ્યું, “હાલ હું જીવનનાં જે તબક્કે છું, એમાં એક મા તરીકે બધું કઈ રીતે મેનેજ કરવું, એક નવી મા તરીકે, કામમાં પાછા કઈ રીતે જવું..મને ખાતરી છે કે અહીં એવી કેટલીક અદ્દભુત મહિલો હશે જે મને કોઈ સલાહ આપી શકે, કોઈ ડહાપણ આપી શકે, જે પણ કંઈ પણ કહી શકે..
પરંતુ હું મારું અને મારું અને મારી દિકરીનું બધું કામ મેનેજ કરવાની સાથે કામ પર કોઈ ગિલ્ટ વિના પાછા ફરવાનું વિચારું છું. મને લાગે છે, હું હાલ એની જ મુંઝવણમાં છું.
હું એવું નહીં કહું કે હું સંઘર્ષ કરું છું કે મુશ્કેલી અનુભવું છું, પરંતુ હા થોડી મંઝવણ જરૂર છે.”આગળ દીપિકાએ કહ્યું કે તેના આગળના દરેક નિર્ણય પર આ તબક્કાની અસર પડશે, “મને લાગે છે કે માતૃત્વ એવી અદ્દભુત બાબત છે કે ક્યાંક, ઇરાદાપૂર્વક નહીં તો પણ સહજ રીતે જ હવે આગળ હું કોઈ પણ ફિલ્મ પસંદ કરીશ કે જે પણ નિર્ણય લઈશ તેના પર આ બાબતની અસર થશે જ.
જોકે, હું એવું પણ કહીશ કે માતા બની તે પહેલાં પણ હું ઘણી બાબતો વિશે સ્પષ્ટ અને સજાગ હતી.”દીપિકા છેલ્લે સિંઘમ અગેઇનમાં શક્તિ શેટ્ટી તરીકે જોવા મળી હતી, હવે તે કલકી ૨થી કામ પર પાછી ફરે તેવી શક્યતા છે. તે સિવાય તેણે હજુ સુધી કોઈ ફિલ્મ અંગે જાહેરાત કરી નથી.SS1MS