Pathaanના વિરોધ વચ્ચે શાંત રહી હતી દીપિકા પાદુકોણ
મુંબઈ, બેશરમ રંગ સોન્ગ લોન્ચ થયું ત્યારથી ફિલ્મ પઠાણ રીલિઝ થઈ ત્યાં સુધી આખા દેશમાં જબરદસ્ત વિરોધનો વંટોળ જાેવા મળ્યો હતો. કેટલાક સાધુ-સંતોથી લઈને બજરંગ દળના કાર્યકરોએ ઠેકઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને શાહરુખ ખાન તેમજ દીપિકા પાદુકોણના પૂતળા સળગાવ્યા હતા. તેમણે ફિલ્મ જાે થિયેટરમાં આવી તો તેને ફૂંકી મરાશે તેવી ધમકી પણ આપી હતી. Deepika Padukone was quiet amid protests of Pathaan
ટિ્વટર પર પણ સોશિયલ મીડિયા યૂઝર્સે ઘણા દિવસો સુધી #boycottpathan ટ્રેન્ડ કર્યું હતું. જાે કે, આ બધાની કોઈ અસર થઈ નહીં અને ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર પર્ફોર્મ કરતાં વર્લ્ડવાઈડ ૧ હજાર કરોડની કમાણી કરી લીધી. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ ફિલ્મની સફળતા બાદ કિંગખાન અને તેની પત્ની ગૌરી ખાનને શું કહ્યું હતું તેનો ખુલાસો કર્યો હતો.
દીપિકા પાદુકોણે કહ્યું હતું કે ‘શૂટિંગ દરમિયાન દરેક વ્યક્તિ ઈચ્છતી હતી કે આ ફિલ્મ શાહરુખ ખાન માટે સારી ચાલવી જાેઈએ. દરેક વ્યક્તિ તેના માટે સારું ઈચ્છતી હતી. પરંતુ મારા માટે તેની સાથેના અંગત સંબંધ પર છે, જે તેના માટે બેસ્ટ ઈચ્છે છે..
View this post on Instagram
હું ઈચ્છતી હતી કે, ફિલ્મ તેના માટે પ્રોફેશનલી તેમજ પરિવાર માટે સારું કરે’. આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘કોઈ પણ ફિલ્મને સફળ બનાવવા માટે, તમારો ઈરાદો શુદ્ધ હોવો જાેઈએ. ક્યાંકને ક્યાંક અમે પણ પ્રાર્થના કરી હતી. તેમા કોઈ લોજિક નથી.
મેં શાહરુખ અને ગૌરીને પણ કહ્યું હતું કે, પ્રેમ અને આશીર્વાદ પાછા મળી રહ્યા છે. પઠાણના વિરોધ વખતે મનને કેવી રીતે શાંત રાખ્યું હતું તેનો જવાબ આપતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આપણે વ્યક્તિ તરીકે કેવા છીએ અને પરિવાર દ્વારા જે રીતે ઉછર્યા છીએ તે દેખાઈ આવે છે. અમે અહીંયા માત્ર સપના અને આકાંક્ષા સાથે એકલા આવ્યા હતા.
અમે કમિટમેન્ટ, હાર્ડ વર્ક અને નમ્રતા વિશે જાણીએ છીએ. કેટલાકમાં તે અનુભવ અને મેચ્યોરિટી સાથે આવે છે. અમે બંને એથ્લીટ્સ રહી ચૂક્યા છીએ. તે સ્કૂલ અને કોલેજમાં સ્પોર્ટ્સ રમતો હતો. સ્પોર્ટ્સ તમને સંયમ રાખતા શીખવે છે. દીપિકા પાદુકોણ પઠાણ સિવાય ત્રણ ફિલ્મોમાં શાહરુખ ખાન સાથે કામ કરી ચૂકી છે.
જેમાં ઓમ શાંતિ ઓમ, હેપ્પી ન્યૂ યર અને ચેન્નઈ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. કિંગખાન સાથેના બોન્ડ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ‘પંદર વર્ષ પહેલા, સુપરસ્ટારે મારા જેવી ન્યૂકમર પર વિશ્વાસ દાખવ્યો હતો, જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ અનુભવ નહોતો. તેમ છતાં તેણે મને ડબલ રોલમાં ઓડિશન વગર કાસ્ટ કરી હતી’.SS1MS