સોનાના તારવાળી લાલ બાંધણી પહેરીને દીપિકાએ આપ્યાં કિલર પોઝ
નવી દિલ્હી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમમાં દેશ-દુનિયાની અનેક મોટી હસ્તીઓ સામેલ થઇ. ત્રીજા દિવસની થીમ એથનિક હતી અને જલ્દી જ મા બનવા જઇ રહેલી એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ત્રીજા દિવસે પોતાના લુકને ખૂબસૂરત સાડીથી કંપ્લીટ કર્યો.
પહેલા અને બીજા દિવસે દીપિકાના સ્ટાઇલિશ લુક બાદ ત્રીજા દિવસે પણ એક્ટ્રેસે પોતાના અંદાજથી બધાનું દિલ જીતી લીધું. દીપિકા પાદુકોણે ત્રીજા દિવસના પોતાના લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફંક્શનના ત્રીજા દિવસે એક્ટ્રે સ લાલ રંગની બાંધણીમાં પોઝ આપતાં જોવા મળી. આ બાંધણી સાડીના ખૂબસૂરત પાલવે સૌકોઇનું ધ્યાન ખેંચ્યું.
પાલવના છેડે સોનાની પટ્ટી અને જરીથી કામ કરવામાં આવ્યું છે. દીપિકાએ પોતાના આ ટ્રેડિશનલ લુકને હાફ સ્લીવ બ્લાઉઝ સાથે કંપ્લીટ કર્યો છે. તેના બ્લાઉઝ પર હેવી વર્ક કરવામાં આવ્યું છે. તેવામાં પોતાની આ ભારે સાડીને એક્ટ્રેસે સોના અને કુંદનના ચોકર તથા સ્ટડ ઇયરિંગ્સ સાથે કંપ્લીટ કર્યો.
હેર સ્ટાઇલની પવાત કરીએ તો દીપિકાએ સાડી સાથે લાઇટ મેસી બન ક્રિએટ કર્યુ અને તેને વેણીના લુક સાથે કંપ્લીટ કર્યો છે. આ બાંધણી સાડીમાં દીપિકા ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે.
અંબાણી પરિવારના આ કાર્યક્રમનો ભાગ બનવાના એક દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દુનિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં માતા-પિતા બનવાના છે. ૨૦૧૮ માં લગ્ન કર્યા પછી, દીપિકા અને રણવીર તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. જામનગરમાં આયોજિત અંબાણી પરિવારનો આ ખાસ કાર્યક્રમ, ગુજરાત, દેશ-વિદેશના લોકોએ હાજરી આપી હતી.
અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. ત્રણ દિવસીય ઈવેન્ટમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટમાં તેમના પરફોર્મન્સથી આકર્ષણ જમાવ્યું હતું. સમારોહના અંતિમ દિવસે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.SS1MS