ડિફેન્સ એક્સપોની તૈયારીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર સારંગ હેલિકોપ્ટરે બતાવ્યા કરતબો
18 થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે.
18, 19 અને 20 તારીખે બીઝનેસ ડે છે. જ્યારે 21 અને 22 ઓક્ટોબર, 2022ના રોજ સામાન્ય લોકો માટે ગાંધીનગર HEC ખાતે એક્ઝીબીશન અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સાંજે 4.45 કલાકથી 18.45 સુધી એર શો યોજાશે.
આ ઉપરાંત 18-19 અને 20 ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સાંજે 4.45 કલાકથી 18.45 સુધી એર શો યોજાશે. જે સામાન્ય પબ્લીક અમદાવાદ રિવરફ્ન્ટની આસપાસ રહેતાં લોકો પર પોતાના મકાનની અગાશીમાંથી જોઈ શકશે.
ડિફેન્સ એક્સ્પો 2022ની તડામાર તૈયારીઓ…#DefenceExpo pic.twitter.com/tZawvxHvtA
— Gujarat Information (@InfoGujarat) October 15, 2022
ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે.
રિવરફ્રન્ટ પર યોજાનારા એર શો માં ભાગ લેવા ફાઇટર જેટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. શુક્રવારે ઇન્ડિયન એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર પણ ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી.
આ એર શો માં એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના તથા પરાક્રમ કરતા જોવા મળશે. જે દરેક માટે કુતુહલ સર્જશે. આગામી 18 થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે.
એર શો માં વિવિધ પ્રકારના કરતબો દરમિયાન આકાશમાં ત્રણ ત્રણની જોડીમાં 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોવા મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફાઈટર જેટના એર શો માં તિરંગાના રંગોનું ફોર્મેશન બનાવીને દેશભક્તિનો સંદેશો આપવામાં આવશે.
સાથે આ એર શો માં સુખોઈ સહિતના લડાકુ વિમાનો કરતબો બનાવશે. આ કાર્યક્રમમાં એર માર્શલ, રક્ષા મંત્રી સહિત ત્રણેય પાંખોના વડાઓ હાજરી આપશે.