સંરક્ષણ મંત્રીના રવાના થયા અને સિરિયામાં થયો ડ્રોન હુમલોઃ 100થી વધુનાં મોત
સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુનાં મોત-સીરિયાના સૈન્યએ હુમલા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા
હોમ્સ, સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલાના અહેવાલ મળ્યાં છે. માહિતી અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં આવેલી સૈન્ય કોલેજમાં કરાયો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે અહીં ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હતી.
ગુરુવારે થયેલા આ ડ્રોન હુમલામાં ૧૦૦ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ ડ્રોન હુમલામાં ડઝનેક લોકો ઘવાયા પણ હતા. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર સીરિયાના સંરક્ષણમંત્રીના ગ્રેજ્યુએશન સેરેમનીથી રવાના થયાની અમુક જ મિનીટો બાદ હથિયારધારી ડ્રોને આ જગ્યાએ બોમ્બમારો કરીદીધો હતો.
નિવેદનમાં કોઈ સંગઠનનો ઉલ્લેખ નથી કરાયો અને કોઈપણ સમૂહે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સીરિયાના સૈન્યએ આ હુમલા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા છે. જાેકે આ હુમલા અંગે અત્યાર સુધી કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. યુદ્ધ સામે ઝઝૂમી રહેલા સીરિયામાં આ એક મોટો ડ્રોન હુમલો હતો.