Western Times News

Gujarati News

દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષકની ઝળહળતી સિદ્ધિ

(પ્રતિનિધિ) સુરત, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઈઆરટી), ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ આયોજિત જિલ્લા કક્ષાનો આઠમો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ વલસાડનાં પારનેરા પારડી ડાયટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની તથા આઈ.એ.એસ. નીશા ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રારંભે ડાયટની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યા હતાં. પ્રાચાર્ય ડો.વર્ષાબેન કાપડીયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીઆઈસી મહેન્દ્રભાઈ પટેલે ઈનોવેશન ફેસ્ટિવલની રૂપરેખા આપી હતી. કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ઈનોવેશનનાં પ્રાથમિક વિભાગને જ્યારે આઈ.એ.એસ. નીશા ચૌધરીએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગને રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો. સદર ફેસ્ટિવલમાં ૪૨ પ્રાથમિક શિક્ષકો અને ૫ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોએ પોતાનું ઈનોવેશન રજૂ કર્યું હતું. જેને મોટી સંખ્યામાં જિલ્લાની વિવિધ શાળાનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ નિહાળ્યું હતું.

આ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ નીવડેલા પ્રાથમિક કક્ષાનાં ત્રણ ઈનોવેશન પૈકી પ્રથમ ક્રમે આવેલ સુરત રન એન્ડ રાઇડર ગૃપનાં સક્રિય દોડવીર અશ્વિન ચીમનલાલ ટંડેલ (પ્રા.શાળા દેગામ તા.વાપી) પોતાનાં વિષય અભિવ્યક્તિની અવ્વલ અભિલાષા હ્લન્દ્ગ આધારિત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, લોક સહયોગ અને બાળકેન્દ્રી શિક્ષણ આધારિત પ્રવૃત્તિ વિષય ક્ષેત્રે રાજ્ય કક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઈ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.