દહેગામ, ભાવનગર વાયા રોહીશાળા, મહુવા રૂટની બસ બંધ કરાતા હાલાકી
ગઢડા એસટી ડેપો દ્વારા નવા રૂટ શરૂ કરવાના બદલે જૂના રૂટ બંધ કર્યા
ગઢડા, ગઢડા સુપ્રસિધ્ધ યાત્રાધામ તરીકે જાણીતું છે. ગઢડા શહેરમાં પરિવહન ક્ષેત્રે ખાસ કોઈ બીજી વ્યવસ્થાઓ નહીં હોવાથી એક માત્ર સરકારી એસટી બસ સેવા હાથવગુ સાધન બની રહે છે.
તયારે તંત્રના ઉદાસીન વલણના કારણે પૂરતી જરૂરીયાત મુજબ સાધન સામગ્રી અને સ્ટાફ નહીં હોવાના બહાના નીચે દિન-પ્રતિદિન સુવિધાઓ વધારવાના બદલેે ઘટતી જતી હોવાથી લોકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે.
ગઢડા ખાતેના લાખો રૂપિયાના ખર્સચે એસટી ડેપો બનાવવામાં આવ્યો હતો. ત્યારે નવી એસ.ટી.બસો અને લાંબા અંતરના નવા રૂટ ફાળવવામાં આવે તે જરૂરી છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી સ્ટાફની ઘટના બહાના નીચે વર્ષોથી નિયમિત રીતે ચાલતી એસટી. બસની રૂટ સુવિધા ો ઉપર કાપ મુકી બંધ કરી દેવાતા લોકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે.
સવારેે ૬.૩૦ કલાકે ઉપડતી દહેગામ ૬ વાગ્યાની ભાવનગર વાયા રોહીશાળા, બપોરેેે ર વાગ્યાની મહુધવા તથા બપોરે ૪ વાગ્યાની ભાવનગર રૂટની બસો બંધ કરી દેવામાં આવી હોવાનું અને મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે.
ચૂંટણી પછી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનેે માત્ર પૈસા બનાવવામાં જ જાણે કે રહસ હોય એમ પ્રજાના પ્રશ્નો અને સુખદુઃખ જાણવા અનેે ઉકેલવામાં કોઈ રસ ન હોય તેમ નિષ્ક્રીય જણાઈ રહ્યા છે.