Western Times News

Gujarati News

દહેગામ પાલિકાની વીજળીનું બાકી બીલ ભરવા 5 કરોડની ગ્રાન્ટ સરકારે ફાળવી

રાજય સરકાર દ્વારા રાજયની નગરપાલિકાઓને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી નગરપાલિકાઓને પાણી તથા ભૂગર્ભ ગટરના બાકી રહેલા વીજ બીલ ભરપાઈ કરવા ગ્રાન્ટ ફાળવાય છે

દહેગામ, શહેરો સતત વિકસતા જાય છે અને જન સુવિધાના સરકારી જનહીતના કાર્યક્રમો અંતર્રાત વિકાસના નવા અભિગમોની સાથે દરેક વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને પૂરતી વીજળી ઉપલબ્ધ બની રહે તે માટે નગરપાલિકાના સતત પ્રયત્નો દ્વારા વીજળી પુરી પડાતી હોય છે અને કરવેરાની ઓછી આવકના કારણે તેમજ વિકાસના કાર્યોમાં નાણાં વપરાઈ જતા હોવાથી નગરપાલિકા દહેગામને વીજબિલ ભરવામાં ઘણી તકલીફો ઉભી થતી હતી.

રાજય સરકાર દ્વારા રાજયની નગરપાલિકાઓને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી નગરપાલિકાઓને પાણી તથા ભૂગર્ભ ગટરના બાકી રહેલા વીજ બીલ ભરપાઈ કરવા દહેગામ નગરપાલિકાને વીજ બીલ પ્રોત્સાહન યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા દહેગામ નગરપાલિકાને પ.૦૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી.

જેનાથી નગરપાલિકાના બાકી રહેલા વીજ બીલ ભરપાઈ કરવામાં મદદરૂપ થતા માનનીય મુખ્યમંત્રીશ્રીને દહેગામ નાગરિકો વતી અને નગરપાલિકા વતી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

આપેલી રકમનો ચેક યુજીવીસીએલના દહેગામ ટાઉનના ડેપ્યુટી ઈજનેર પીએન તબિયાર સહિતના અધિકારીશ્રીઓને દહેગામ પાલિકા પ્રમુખશ્રી વૈશાલીબેન સોલંકી ચીફ ઓફિસર ઉમાબેન રામીણા, સદસ્ય શશીકાંતભાઈ અમીન તથા અન્ય કોર્પોરેટરની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરોકત મદદની પ્રોત્સાહક યોજનાથી હવે દહેગામ નગરપાલિકાનો આર્થિક બોજ હળવો થતા વિકાસના કામો વેગ પકડશે તેમ સદસ્યા શશીકાંતભાઈ અમ્મીને જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.