દિલ્હી: સ્પીડમાં આવતી ટ્રકે રોડ પર સૂતેલા ૬ લોકોને કચડી નાંખ્યા, ૪ના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/New-Delhi.jpg)
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં ગત રાતે એક ઝડપી આવી રહેલી ટ્રકે રોડ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાંખ્યા હતા. આ પૈકીના ૪ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બે વ્યક્તિની તબિયત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપી આવી રહેલ એક ટ્રકે રોડ પર સૂઈ રહેલા લોકોને કચડી નાંખ્યા હતા. આ પૈકીના ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જ્યારે બેની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના શબને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. અકસ્માત પછી ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસની ટીમ હાલ મામલાની તપાસ કરી રહી છે.
આ ઘટના રાતે ૨ વાગ્યાની છે. દિલ્હી પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે. જે મુજબ આ દુર્ઘટનામાં ૫૨ વર્ષના કરીમ, ૨૫ વર્ષના છોટે ખાન, ૩૮ વર્ષના શાહ આલમ અને ૪૫ વર્ષના રાહુલનું મૃત્યુ થયું છે. જ્યારે ૧૬ વર્ષનો મનીષ અને ૩૦ વર્ષનો પ્રદીપ ઘાયલ છે.
પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટનામાં સામેલ ટ્રકની ભાળ મેળવવા માટે ઘણી બધી ટીમની રચના કરવામાં આવી છે અને યોગ્ય કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.SS1MS