Western Times News

Gujarati News

દિલ્હી ફરીથી વિશ્વનું સૌથી પ્રદૂષિત પાટનગર

(એજન્સી)નવી દિલ્હી, સ્વિસ જૂથ આઈક્યુ એરે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે, જેમાં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. પીઈટીએઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે.

સ્વિસ જૂથ આઈક્યુ એર અનુસાર, ભારત ૨૦૨૩માં ૫૪.૪ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ વાર્ષિક પીએમ ૨.૫ સાથે ૧૩૪ દેશોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતું હતું. સ્વિસ સંસ્થા આઈક્યુ એર દ્વારા ૨૦૨૩નો અહેવાલ જણાવે છે કે બાંગ્લાદેશમાં ૭૯.૯ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનમાં ૭૩.૭ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની નબળી હવાની ગુણવત્તા હતી.

ભારત વર્ષ ૨૦૨૨માં ૫૩.૩ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ પીએમ ૨.૫ સાથે આઠમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન પામ્યું હતું. ૨૦૨૨ના રેન્કિંગમાં શહેરનું નામ આવ્યું ન હતું. દિલ્હી ૨૦૧૮થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૧.૩૬ અબજ લોકો પીએમ ૨.૫ના સંપર્કમાં રહ્યા હતા.

૨૦૨૨ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં ૧૩૧ દેશો અને પ્રદેશોના ૭,૩૨૩ સ્થળોનો ડેટા સામેલ છે. ૨૦૨૩માં, આ સંખ્યા વધીને ૧૩૪ દેશો અને પ્રદેશોમાં ૭,૮૧૨ સ્થાનોના ડેટા સામેલ કરાયા છે. નોંધનીય છે કે વિશ્વમાં દર નવમાંથી એક મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો બની રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.