યુપી-હરિયાણા-રાજસ્થાનમાં ફટાકડા પર પ્રતિબંધ: દિલ્હીમાં પ્રદુષણને કારણે નિર્ણય
(એજન્સી)નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે. અહીં કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૦૦ને પાર પહોંચી ગયું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ત્રણ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-દ્ગઝ્રઇમાં વધતા પ્રદૂષણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું કે, ‘અમે રાજધાનીમાં ફટાકડાના આખા વર્ષના સ્ટોક અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.’ સરકારની દલીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તમારા નિર્ણયની અસર ત્યારે જ પડશે, જ્યારે એનસીઆરના અન્ય શહેરોમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવે. તેથી જ ઉત્તર પ્રદેશ અને હરિયાણાં પણ આવો પ્રતિબંધ લાદો.’
કોર્ટે આ મામલાની આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરીએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે દિલ્હીમાં ૩૮૦૦ ટનથી વધુ ઘન કચરા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને દિલ્હી સરકાર અને એમસીડીને ઘન કચરાનો નિવેડો લાવવાના યોગ્ય ઉપાયો અપનાવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો ૨૦૧૬નું પાલન મુદ્દે દિલ્હી સરકાર પાસે એફિડેવિટ માંગી છે.
સુપ્રીમ કોર્ટે શ્રમિકોને ભરણપોષણ ન આપવા મામલે એનસીઆરની સરકારોને ચેતવણી આપી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને દિલ્હી જેમ ફટાકડા પર પ્રતિબંધ લાદવા કહ્યું છે. કોર્ટે ય્ઇછઁ-૪ હેઠળ થતી કામગીરીની દેખરેખ રાખવા માટે એનસીઆરની રાજ્ય સરકારોને વિશેષ ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે.