દિલ્હી ચલો કૂચ સ્થગિત, ખેડૂતોનું સરકારને અલ્ટિમેટમ
નવી દિલ્હી, પંજાબ-હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પરથી શુક્રવારે ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ ચાલુ કરતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલી અથડામણમાં ૬થી વધુ ખેડૂતો ઘાયલ થયાં હતાં. ખેડૂતોને આગળ વધતાં અટકાવવા માટે પોલીસે અનેક રાઉન્ડ ટીયરગેસના શેલ છોડ્યાં હતાં.
પોલીસની કાર્યવાહીથી ખેડૂતોએ પીછેહઠ કરી હતી અને દિલ્હી તરફની તેમની પદયાત્રા સ્થગિત કરી હતી અને સરકારને મંત્રણા કરવા દબાણ વધાર્યું હતું. તેમણે કહ્યું કે જો શનિવારે મંત્રણા નહીં થાય તો રવિવારે ફરી કૂચ કરશે. ખેડૂતો કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિતની માગણીઓ કરી રહ્યાં છે.કેટલાક ખેડૂતો રોડ પરથી લોખંડના ખીલાઓ અને કાંટાળા તાર ઉખેડી નાંખ્યા હતાં.
ખેડૂતોએ શણના ભીના કોથળાથી ટીયરગેસથી પોતાનો બચાવ કર્યાે હતો. ખેડૂતોએ દાવો કર્યાે હતો કે હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે આગળ વધવા માંગતા જૂથ પર ટીયરગેસના શેલ છોડ્યા હતાં.સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું હતું કે કેટલાક ખેડૂતોને થયેલી ઈજાઓને કારણે અમે આજે(શુક્રવારે) ખેડૂતોના જૂથને પાછું બોલાવ્યું છે.
હરિયાણાના સુરક્ષા સુરક્ષા જવાનોએ ટીયરગેસના શેલ છોડતાં પાંચથી છ આંદોલનકારી ખેડૂતો ઘાયલ થયા હતાં. ઘાયલ ખેડૂતોને હોસ્પિટલમાં જઈ લવાયા હતાં. ખેડૂતોના બે સંગઠનો સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા એક બેઠક યોજ્યા પછી ભાવિ પગલાં નક્કી કરશે.દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ફરી ઉગ્ર બની રહ્યું છે. શંભુ બોર્ડર પર સેંકડો ખેડૂતોએ ધામા નાખ્યા છે.
પોલીસ દ્વારા તેમને દિલ્હી જતા અટકાવવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ‘જો ખેડૂતોને દિલ્હી આવવાની મંજૂરી ના મળે તો રાહુલ ગાંધી તેમને મળવા જશે?’ તેવા સવાલના જવાબમાં કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ જણાવ્યું કે, ‘કોંગ્રેસ આનું રાજકારણ કરવા માંગતી નથી.
જ્યાં અન્યાય થશે ત્યાં રાહુલ ગાંધી, ખડગે જશે. આ રાજકારણનો મામલો નથી, દેશની ખાદ્ય સુરક્ષાનો મામલો છે. એમએસપીની ખાતરી આપતો કાયદો લાવવામાં આવશે તેવા વચન સાથે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.SS1MS