Western Times News

Gujarati News

જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને આશીર્વાદ આપ્યા

મહિલા મુખ્યમંત્રીના નેતૃત્વમાં દિલ્હીમાં વિકાસસુરક્ષાસામાજિક સદભાવ મજબૂત બનશે – આચાર્ય લોકેશજી

સંતોના આશીર્વાદથી દિલ્હીને વૈશ્વિક સ્તરની રાજધાની બનાવશું. – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા

‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થાના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં નવા મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાને રામલીલા મેદાન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં દિલ્હીને વૈશ્વિક સ્તરની રાજધાની બનાવવાના આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓમુખ્ય મંત્રીઓપ્રખ્યાત ધર્મગુરુઓ અને વિશિષ્ટ મહાનુભાવો હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ કહ્યું કે સંતોના આશીર્વાદથી દિલ્હીને વૈશ્વિક સ્તરની રાજધાની બનાવશું. તેમણે તમામ સંતો સાથે મુલાકાત કરીને અતિ વિનમ્રતાથી આશીર્વાદ લીધા હતા.

જૈન આચાર્ય લોકેશજીએ મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે તેમના નેતૃત્વમાં દિલ્હીમાં વિકાસસુરક્ષા અને સામાજિક સદભાવ નિશ્ચિત છે. તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં યમુના નદી સ્વચ્છ થશેદિલ્હીની જનતાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને વિકસિત ભારત સાથે દિલ્હીનુ પણ કાયાકલ્પ થશે.

આ અવસર પર આચાર્ય લોકેશજી સાથે સ્વામી મંડલેશ્વર બાલકનાદ ગિરીમહામંડલેશ્વર શ્રી નવલ કિશોર દાસજી મહારાજસુધાન્શુજી મહારાજમહામંડલેશ્વર શ્રી કૃષ્ણ શાહ વિદ્યાથીશીખ ધર્મના બાબા અમરીક સિંહબૌદ્ધ ધર્મના રાહુલ બૌદ્ધિ અને ખ્રિસ્તી ધર્મના બિશપ ઈવાનિયોસ બિલીવર્સ વગેરે હાજર રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.