Western Times News

Gujarati News

આ કારણસર દિલ્હીમાં 13 કોચીંગ સેન્ટરનો સીલ કરાયા (જૂઓ શું કહે છે વિદ્યાર્થીઓ)

IAS કોચીંગ સેન્ટરમાં પાણી ભરાતા ૩ વિદ્યાર્થીના મોત -બેઝમેન્ટની લાઇબ્રેરીમાં મિનિટોમાં જ ૧૨ ફૂટ પાણી ભરાયું; ૨ છોકરી અને ૧ છોકરાનું મોત, ૧૪ને બચાવાયા

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ એક દુ:ખદ ઘટના બાદ જૂના રાજીન્દર નગરમાં “ગેરકાયદેસર” કોચિંગ સેન્ટરો સામે પગલાં લીધાં છે જ્યાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પૂરને કારણે ત્રણ UPSC ઉમેદવારોએ જીવ ગુમાવ્યો હતો.

MCD મેયર શૈલી ઓબેરોયના નિર્દેશને પગલે નાગરિક સંસ્થાએ રવિવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઓછામાં ઓછા 13 કોચિંગ સેન્ટરોને સીલ કરી દીધા હતા.

સીલ કરાયેલા કોચિંગ સેન્ટરોમાં IAS ગુરુકુલ, ચહલ એકેડેમી, પ્લુટસ એકેડમી, ઇઝી ફોર IAS, સાઇ ટ્રેડિંગ, IAS સેતુ, કરિયર પાવર, ટોપર્સ એકેડમી, 99 નોટ્સ, દૈનિક સંવાદ, સિવિલ ડેઇલી IAS, વિદ્યા ગુરુ અને ગાઇડન્સ IAS જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. .

દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત જૂના રાજેન્દ્ર નગર સ્થિત રાવ IAS કોચિંગ સેન્ટરમાં થયો હતો. આ કેસમાં બે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન, દિલ્હી સરકારે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

વિભાગને કોલ કરવામાં આવ્યો હતો કે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે. મામલાની ગંભીરતા જોતા દ્ગડ્ઢઇહ્લની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થિતિ એવી હતી કે ડાઇવર્સને પાણીમાં નીચે ઉતારવા પડ્‌યા હતા.

કોચિંગ સેન્ટરના ભોંયરામાં એક પુસ્તકાલય છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ૩૦ વિદ્યાર્થીઓ હાજર હતા, જેમાંથી ૩ ફસાયા હતા.

બચાવ કામગીરી બાદ ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં બે વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વિદ્યાર્થી નેવિન ડાલ્વિન કેરળનો રહેવાસી હતો. પરંતુ છેલ્લા છ-આઠ મહિનાથી દિલ્હીમાં રહેતો હતો. નેવિન પટેલ નગરમાં રહેતો હતો અને કોચિંગ સેન્ટરની લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા ગયો હતો. તે જેએનયુમાંથી પીએચડી કરી રહ્યો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભોંયરામાં એટલું પાણી ભરાઈ ગયું હતું કે લાઈબ્રેરીનું ફર્નિચર તરતું થવા લાગ્યું હતું. આ કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલી પડી હતી.

ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આવી સ્થિતિમાં ભોંયરામાં પાણી ભરાયા બાદ તેને કાઢવા માટે મોટર પંપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ચાર મોટર પંપ દ્વારા પાણી કાઢવામાં આવ્યું હતું.બચાવ કામગીરી માટે ડાઇવર્સની મદદ લેવામાં આવી હતી. બીજેપી સાંસદ બંસુરી સ્વરાજે કહ્યું કે જો બચાવ માટે ડાઇવર્સ મોકલવામાં આવ્યા છે, તો અમે સમજી શકીએ છીએ કે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે.

એવું કહેવાય છે કે સ્ટુડન્ટ્‌સને બચાવવા માટે દોરડા ફેંકાયા હતા પંરતુ પાણી મેલું હતું તેથી દોરડા જોઈ શકાયા ન હતા. પાણી ભરાવાના કારણે લાકડાની બેન્ચ તરવા લાગી હતી તેથી સ્ટુડન્ટને કાઢવામાં મુશ્કેલી પડતી હતી. રસ્તા ઉપર પણ પાણી હતું તેથી તેને બહાર પણ કાઢી શકાય તેમ ન હતું.

સાંજે સાત વાગ્યે ફાયર ડિપાર્ટમેન્ટને આ વિશે માહિતી મળી અને ફાયરની ટીમ બચાવ કાર્ય માટે દોડી ગઈ હતી. રસ્તા પરથી જ્યારે પાણી ઓસર્યું ત્યારે જ પંપ દ્વારા પાણી કાઢવામાં આવ્યું હતું અને પછી વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા હતા.

આ ઘટનામાં પોલીસે હવે ગુનો દાખલ કર્યો છે અને બે લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને પૂરાવા એકઠા કર્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓ અહીં યુપીએસસીની એક્ઝામની તૈયારી કરવા આવ્યા હતા અને બિહાર, કેરળ સહિત અલગ અલગ રાજ્યોના વતની હતા. તેમાંથી એક સ્ટુડન્ટ તો જેએનયુમાંથી પીએચડીનો અભ્યાસ કરતો હતો.

શ્રેયા યાદવ નામની સ્ટુડન્ટ યુપીથી દિલ્હી ભણવા આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓનો દાવો છે કે આ ઘટનામાં ૮થી ૧૦ લોકોના જીવ ગયા છે. આ એક બેદરકારીનો મામલો છે કારણ કે અડધા કલાકમાં જ અહીં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.