આ કારણસર દિલ્હીવાસીઓ દિવાળીમાં ફટાકડા ફોડી શકશે નહિં
નવી દિલ્હી, દેશની રાજધાનીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા દિલ્હીની AAP સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. શિયાળામાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આતિશી સરકારે આજથી એટલે કે સોમવારથી ૧ જાન્યુઆરી સુધી ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો છે.
જે અંગે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને માહિતી આપવામાં આવી છે. સરકારે તમામ દિલ્હીવાસીઓને સહયોગની વિનંતી કરી છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ શિયાળાની શરૂઆત પહેલા જ ગંભીર બની રહી છે. દશેરા પછી દ્ગઝ્રઇમાં પ્રદૂષણનું સ્તર વધ્યું, દિલ્હી અને NCRના મોટા ભાગના પ્રમુખ શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ને વટાવી ગયો. જેના કારણે હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે.
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની પેટા સમિતિની બેઠકમાં પ્રદૂષણની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અમલીકરણ માટેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, જો પ્રદૂષણના સ્તરમાં સુધારો નહીં થાય તો એક-બે દિવસમાં ગ્રેપના પ્રથમ તબક્કાનું પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.
દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાજધાનીના લોકોને કડક ચેતવણી આપતા કહ્યું કે, જે લોકો બાંધકામ અથવા અન્ય કોઈ માધ્યમથી ધૂળનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેમની સામેની ઝુંબેશ સોમવારથી તેજ કરવામાં આવશે. કોઈને પણ છૂટ આપવામાં આવશે નહીં અને જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ધૂળ વિરોધી અભિયાન હેઠળ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ગોપાલ રાયે કહ્યું કે, “પ્રદૂષણ રોકવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે.” તેમણે ધૂળ, વાહનો, કચરો સળગાવવા વગેરે અને અન્ય પ્રકારના પ્રદૂષણ વિશે માહિતી મળતાં દિલ્હી ગ્રીન એપ પર ફરિયાદ નોંધાવવાની અપીલ કરી હતી. આ એપ પર ફોટા પણ ઉમેરી શકો છો.