મોટાભાગના એક્ઝિટ પોલનું એક જ તારણઃ દિલ્હીમાં BJP
જ્યારે ભાજપને ૩૬થી ૪૪ બેઠક મળવાનો અંદાજ છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલતું નથી લાગતું.
ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સોંપી હતી
નવી દિલ્હી, દેશનાં સૌથી મહત્ત્વપૂર્ણ દિલ્હી વિધાનસભાની આજે યોજાયેલી ચૂંટણી બાદ ઓપિનિયન પોલ આવ્યાં હતાં. જેમાં મોટાભાગનાં ઓપિનિયન પોલમાં સત્તા પરિવર્તનની સાથે ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસલ કરશે. આમ, દિલ્હીમાં કમળ ખીલશે અને આમ આદમી પાર્ટીની હાર થવાની છે. જ્યારે કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં પણ જોવા મળતી નથી.
મોટાભાગનાં ઓપિનિયન પોલોએ કોંગ્રેસને ૦થી ૨ બેઠક બતાવી છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને સોંપી હતી અને તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હતા. આજે યોજાયેલાં મતદાનમાં ધાર્યા કરતાં ઓછું મતદાન થયું છે. સરેરાશ ૫૮ ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર પૂર્વ દિલ્હીમાં અને સૌથી ઓછું દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં થયું છે.
ચૂંટણીપંચ આ અંગેનો સત્તાવાર આંક રાત્રે જાહેર કરશે. જોકે, આ મતદાન ઓછું છે. આજે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર દિલ્હીમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સીલમપુરમાં બોગસ વોટીંગની ફરિયાદ ભાજપે કરી હતી અને આપ તથા ભાજપના સમર્થકો સામે-સામે આવી ગયાં હતાં. જોકે, સુરક્ષા અધિકારીઓએ તાત્કાલિક મામલો થાળે પાડી દીધો હતો.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો વારો છે. ફલોદી સટ્ટા બજાર અનુસાર, ભાજપ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. જ્યારે કોંગ્રેસ એક અંક સુધી સીમિત રહેવાની ધારણા છે. આ ઉપરાંત, વિવિધ ટીવી ચેનલો પણ એક્ઝિટ પોલ જાહેર કરી રહી છે. જોકે વાસ્તવિક પરિણામ ૮ ફેબ્રુઆરીએ આવશે, પરંતુ તે પહેલાં વલણો ચોક્કસપણે સમજી શકાય છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેને એક્ઝિટ પોલના વલણમાં ભાજપ ૨૭ વર્ષે સત્તા વાપસી કરી શકે છે. મોટા ભાગના એક્ઝિટ પોલે ભાજપને બહુમત આપ્યો છે. ભાજપને ૪૦થી ૪૯ જેટલી સીટો મળવાની ધારણા છે. જ્યારે આમ આદમી પાર્ટીને ૨ એક્ઝિટ પોલ સત્તામાં વાપસી કરાવી રહી છે. જ્યારે કોંગ્રસનું ખાતું માંડ માંડ ખુલશે એવું એક્ઝિટ પોલના તારણોમાં જોવા મળી રહ્યું છે.
દિલ્હીના લોકોએ ફ્રી વીજળી, પાણીને જાકારો આપ્યો છે. કેજરીવાલને ફરીથી સત્તામાં આવે તેવું એક્ઝિટ પોલના પરિણામોમાં જણાતું નથી. માઇન્ડ બ્રિંકના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને ૪૪-૪૯ બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને ૨૧-૨૫ સીટ મળવાનો અંદાજ છે. કોંગ્રેસને ૦-૧ બેઠક મળી શકે છે. ડીવી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને ૨૬-૩૪ બેઠકો મળી શકે છે.
જ્યારે ભાજપને ૩૬થી ૪૪ બેઠક મળવાનો અંદાજ છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલતું નથી લાગતું. ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને ૩૯થી ૪૪ બેઠકો, આપને ૨૫થી ૨૮ બેઠકો અને કોંગ્રેસને ૨થી ૩ બેઠકો મળવાની ધારણા છે. જેવીસી પોલ મુજબ આ વખતે ભાજપને ૩૯-૪૫ બેઠકો, આપને ૨૨-૩૧ બેઠકો અને કોંગ્રેસને ૦-૨ બેઠકો મળતી નજરે પડી રહી છે.
પીપલ્સ પલ્સ પોલ મુજબ ભાજપ ૫૧-૬૦ બેઠકો પર, આપ ૧૦-૧૯ બેઠકો પર અને કોંગ્રેસ ૦-૧ બેઠકો પર આગળ જોવા મળી રહી છે. પી-માર્કના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને ૨૧-૩૧ બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને ૩૯-૪૯ બેઠકો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને ૦-૧ બેઠક મળી શકે છે. વી-પ્રેસિડેન્ટના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને ૪૬-૫૨ સીટ મળી શકે છે. જ્યારે ભાજપને ૧૮-૨૩ સીટ મળવાનો અંદાજ છે.
કોંગ્રેસને ૦-૧ બેઠક મળી શકે છે. પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને પ્રચંડ વિજય મળતો દેખાય છે. આમાં ભાજપને ૪૨થી ૫૦ બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે આ સર્વે મુજબ આમ આદમી પાર્ટીને ૧૮થી ૨૫ બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને શૂન્યથી બે બેઠકો મળવાની ધારણા છે. પીપલ્સ ઇનસાઇટ પોલ મુજબ, આ વખતે દિલ્હીમાં ભાજપને ૪૦-૪૪ બેઠકો, છછઁને ૨૫-૨૯ બેઠકો અને કોંગ્રેસને ૦-૧ બેઠકો પર લીડ મળતી જોવા મળી રહી છે.
મેટ્રિક્સ એક્ઝિટ પોલ મુજબ, આ વખતે ભાજપ દિલ્હીમાં લીડ મેળવી રહી હોય તેવું લાગે છે. એજન્સીએ આપને ૩૨ થી ૩૭ બેઠકો, ભાજપ ને ૩૫ થી ૪૦ બેઠકો અને કોંગ્રેસ ને ૦-૧ બેઠકો આપી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. ભારતના ચૂંટણી પંચ મુજબ સાંજે ૬ વાગ્યે મતદાનના ઔપચારિક બંધ સમય પછી કતારમાં ઉભા રહેલા મતદારોને જ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૭.૭૦ ટકા મતદાન થયું છે.