દિલ્હી સરકારે જૂની પેટ્રોલ-ડીઝલ કારો પર લગાવ્યો પ્રતિબંધ
નવીદિલ્હી, દિલ્હી સરકરે બગડતી જતી વયુ ગુણવત્તાને જાેતા મંગળવારથી રાષ્ટ્રીય રાજધાની બીએસ-૩ પટ્રોલ અને બીએસ-૪ ડીઝલ ફોર્ વ્હીકલ વાહનોના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દિધો છે. દિલ્હીની હવાની ગુણવત્તા સોમવારે શીતલહરમાં શાંત હવાને લીધે ગંભીર શ્રેણીમાં પહોચી ગઇ હતી. વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે તમામ એનસીઆર રાજ્યોને કડકાઇ સાથે પ્રદુષણ વિરોધી ઉપાયોન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી સરકારે જણાવ્યુ છે કે, બીએ ૩ અને પેટ્રોલ અને ડીઝલ ૪ ડીઝલ વાહનો પર પ્રતિબંધ મંગળવારથી લાગુ થશે. વાયુ પ્રદુષણ ગંભીર શ્રેણીમાં પહોચવાને લીધે અમે પર્યાવરણ વિભાગ સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. પરીવહન વિભાગ સાથે વરિષ્ઠ ઇધિકારીઓએ કહ્યુ કે, જાે હવાની ગણવત્તામાં સુધાર થાય છે તો શુક્રવાર પહેલા પ્રતિબંધ હટાવી શકાય છે.
રાષ્ટ્રીય રાજધાનીની ૨૪ કલાક એવરેજ વાયુ ગુણવત્તા સૂચકાંક સોમવારે સાંજ ચાર વાગ્યા સુધીમાં ૪૩૪ પર હતુ. જે રવિવારે ૩૭૧ થી ખરાબ થઇ ગયુ હતુ. અને ૨૦૧ અને ૩૦૦ વચ્ચે છઊૈંને ખરાબ, ૩૦૧ અને ૪૦૦ વચ્ચેને ખુબ ખરાબ અને ૪૦૧ થી ૫૦૦ વચ્ચે હોય તો ગંભીર માનવામાં આવે છે.HS1MS