ધનખડની મિમિક્રી કરનારા કલ્યાણ બેનર્જી સામે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો
નવી દિલ્હી, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસીસાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે. તેમની વિકુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધી લીધો છે.
ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસે સ્વીકાર કરી છે. આ ફરિયાદના આધાર પર તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. અભિષેકે પોતાની ફરિયાદમાં ઉપરાષ્ટ્રપતિના અપમાનનો દાવો કરીને ટીએમસીસાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, ગઈ કાલે સાંજે ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ આપી હતી. અમે આ કેસને નવી દિલ્હી જિલ્લા પોલીસને આપી દીધો છે.
વકીલે ફરિયાદમાં કહ્યું કે, વીડિયો ભારતના ઉપરાષ્ટ્રપતિનું અપમાન અને બદનામ કરવાના હેતુથી બનાવવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે, હું એક ખેડૂત પરિવારમાંથી આવુ છું અને ઓબીસી ક્વોટા સાથે સબંધ ધરાવુ છું.
આ સાથે જ એક વકીલ છું. વકીલે માંગ કરી કે, ટીએમસીસાંસદ અને વીડિયોમાં નજર આવી રહેલા તમામ લોકો વિરુદ્ધ આપીસીની કલમ અને આઈટી એક્ટ હેઠળ એફઆઈઆરનોંધવામાં આવે. SS2SS