વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા PM મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ દર વર્ષે વીર બાલ દિવસ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ગુરુ હરિકૃષ્ણ પબ્લિક સ્કૂલના 100 વિદ્યાર્થીઓએ શબદ કીર્તન કર્યું હતું. Delhi: Prime Minister Narendra Modi attends the ‘Veer Baal Diwas’ celebration programme at Bharat Mandapam.
Addressing a programme on Veer Baal Diwas. https://t.co/GHK0Btr4WL
— Narendra Modi (@narendramodi) December 26, 2023
નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ 10માં શીખ ગુરુ ગોવિંદ સિંહના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહના શહીદ દિવસને યાદ કરીને દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. વીર બાળ કાર્યક્રમમાં ગુરુ હરિકૃષ્ણ પબ્લિક સ્કૂલના 100 વિદ્યાર્થીઓએ સાથે મળીને શબદ કીર્તન કર્યું હતું.
આ પ્રસંગે સાહિબજાદાઓની જીવનગાથા અને બલિદાનને લગતું ડિજિટલ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. શીખ ધર્મના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સાહિબજાદાઓની અદમ્ય હિંમતને યાદ કરવા શીખ સમુદાય 21 થી 27 ડિસેમ્બર સુધી ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે આ સપ્તાહ ચાર સાહિબજાદાઓ અને માતા ગુજરીને સમર્પિત કરવામાં આવ્યું છે,
જેમણે પોતાના ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ સમારોહમાં વડાપ્રધાન મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. મંગળવારે ભારત મંડપમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને અન્ય લોકો હાજર રહ્યા હતા.