Western Times News

Gujarati News

દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગના તમામ વીડિયો હટાવવા સરકારનો ટ્વિટરને પત્ર

(એજન્સી)નવી દિલ્હી, રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠને પત્ર લખ્યો છે. આ પત્રમાં રેલવે મંત્રાલયે ઠને ૧૫ ફેબ્રુઆરીના રોજ દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ સાથે સબંધિત તમામ વીડિયો-ફોટોઝ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવા માટે કહ્યું છે. આની પાછળ મંત્રાલયે એથિકલ નોર્મ્સનો હવાલો આપ્યો છે.

રેલવે મંત્રાલયે પત્રમાં એથિકલ નોર્મ્સ અને આઈટી પોલિસીનો હવાલો આપતા ઠને નાસભાગના એવા તમામ વીડિયો-ફોટોઝ હટાવવા માટે કહ્યું છે, જેમાં મૃતદેહો અને બેભાન થઈ ગયેલા યાત્રીઓ દેખાઈ રહ્યા છે. મંત્રાલયે ૩૬ કલાકની અંદર ઠને લગભગ એવા ૨૫૦ વીડિયો હટાવવા માટે કહ્યું છે. જોકે, ઠ તરફથી હજુ સુધી રેલવે મંત્રાલયના પત્ર પર કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ૧૫ ફેબ્રુઆરીના રોજ ત્યારે નાસભાગ મચી ગઈ હતી, જ્યારે કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓની મોટી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. ત્યારે સ્પેશિયલ ટ્રેનો લેટ થવા અંગે અને પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા.

નાસભાગનું કારણ જાણવા માટે રેલવે વહીવટીતંત્રએ બે સભ્યોની કમિટિનું ગઠન કર્યું છે. આ કમિટિમાં નોર્ડર્ન રેલવેના પીસીસીએમ નરસિંગ દેવ અને પીસીએસસી નોર્ડર્ન રેલવેના પંકજ ગંગવાર સામેલ છે. કમિટિને નવી દિલ્હી રેલવે સ્ટેશનના વીડિયો-ફોટોઝ સહિત તમામ ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.