દિલ્હીની સેશન્સ કોર્ટે મેઘા પાટકરની માનહાનિના કેસમાં સજા યથાવત રાખી

નવી દિલ્હી, દિલ્હીની એક સેશન કોર્ટે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ ગુનાઈત માનહાનિના મામલામાં ૬૯ વર્ષીય સામાજિક કાર્યકર મેઘા પાટકરને દોષિત ઠેરવ્યા છે અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશને કાયમ રાખ્યો છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના દ્વારા પાટકર વિરુદ્ધ દાખલ કરાયેલા માનહાનીના કેસમાં ટ્રાયલ કોર્ટે પાટકરને પાંચ મહિનાની જેલ અને વળતર પેટે વી.કે. સક્સેનાને રૂ. ૧૦ લાખની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. પાટકરે ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યાે હતો.
કોર્ટે મેધા પાટકરને સજાની સુનાવણી માટે ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યાે છે. કોર્ટના જણાવ્યાં અનુસાર, પ્રતિવાદી દ્વારા ઉપલબ્ધ બનાવાયેલાં પુરાવામાં એ સ્પષ્ટ થાય છે કે, મેધા પાટકર દ્વારા ૨૪ નવેમ્બર, ૨૦૦૦ના રોજ પ્રકાશિત કરાયેલ પ્રેસનોટ તેમના ચરિત્રને નુકસાન કરવા માટે પ્રકાશિત કરાઈ હતી.
જેને પગલે સક્સેના દ્વારા જાન્યુઆરી, ૨૦૦૧માં તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં સાકેત કોર્ટે ૨૩ વર્ષે પાટકરને દોષિત ઠેરવ્યાં હતાં.
જોકે, જજે સ્પષ્ટ કર્યું છે કે સજા વધારી શકાય નહીં, કારણ કે દિલ્હી પોલીસે તે માટે કોઈ દલીલ કરી નથી અને એટલા માટે અમે સજા યથાવત્ રાખી શકીએ કે ઓછી કરી શકીએ.એડિશનલ સેશન્સ જજ વિશાલસિંહે કહ્યું કે, અપીલ ફગાવી દીધી છે, સજા યથાવત્ છે. પરંતુ સજા સંભળાવતી વખતે અપીલ કરનારે વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે. જે વિવાદિત છે એ દોષસિદ્ધિ અને સજાનો નિર્ણય છે.
કેમ કે પોલીસે સજામાં વધારો કરવા માટે કહ્યું નથી, એટલા માટે સજા વધારવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ વધુમાં વધુ સજા યથાવત્ રાખી શકાય છે કે ઓછી કરી શકાય છે.
આ પહેલાં, ૨૭મી માર્ચે દિલ્હી હાઈકોર્ટે સામાજિક કાર્યકર મેઘા પાટકરની એક અરજી પર દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાને નોટિસ આપી હતી. પાટકરે એ અરજીમાં સક્સેનાની સામે વર્ષ ૨૦૦૦ના પોતાના માનહાનિના મામલામાં નવા સાક્ષીની પૂછપરછની માંગ કરી છે.
નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકરે સક્સેનાની સામે એક કેસ દાખલ કર્યાે છે. પાટકરે સક્સેનાની સામે એ કેસ તેમના દ્વારા ગુજરાતમાં એક એનજીઓનું નેતૃત્વ કરતી વખતે કથિત રીતે એક માનહાનિકારક જાહેરાત પ્રકાશિત કરવા માટે દાખલ કર્યાે છે.SS1MS