સુરતથી દિલ્હી વચ્ચે ચાલી રહ્યુ હતું હવાલા કૌભાંડઃ 2.62 કરોડ રોકડ મળ્યા
દિલ્હીમાં હવાલા રેકેટનો પર્દાફાશઃ ૮ ની ધરપકડ
(એજન્સી)નવીદિલ્હી, નોઈડા પોલીસે હવાલા કારોબાર સાથે જાેડાયેલા ૮ લોકોની ધરપકડ અને તેમની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસા બાદ અત્યાર સુધીમાં ૨ કરોડ ૬૨ લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ કેસમાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ લોકોની દિલ્હીથી અટકાયત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં દરોડા પાડીને ૯૬ લાખ રોકડ મળી આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેપારી પાસેથી લાવેલા પૈસા હવાલા મારફતે નોઈડાના વેપારી સુધી પહોંચ્યા હતા. વીસ રૂપિયાની નોટનો નંબર જણાવીને પૈસા આપવાનો પ્લાન હતો.
એટીએસએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. આ પછી, એટીએસ, આવકવેરા વિભાગે સતત ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી નાણાંનો સ્ત્રોત શોધવાનું શરૂ કર્યું હતું. નોઈડા પોલીસને આ મામલે ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે.
નોઈડા પોલીસની ઘણી ટીમો હવાલા સાથે જાેડાયેલા અન્ય લોકોની ધરપકડ અને તેમના નેટવર્ક સાથે જાેડાયેલા લોકોની શોધમાં લાગેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સેક્ટર ૫૮ પોલીસ સ્ટેશને પૈસા વસૂલ કર્યા હતા. નોઈડામાં હવાલા વેપારીઓ પર દરોડાની કાર્યવાહીનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે.
નોઈડા પોલીસે દિલ્હી પોલીસની સાથે ચાંદની ચોકના હવાલા વેપારીઓ પર પણ દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, નોઈડામાંથી ૧.૬૭ લાખ રૂપિયા અને દિલ્હીમાં ૯૫ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. કુલ ૨ કરોડ ૬૨ લાખની રકમ વસૂલ કરવામાં આવી છે. આ તમામ નાણાં ગુજરાતમાં સુરતથી આવ્યા હતા. આ જાેડાણમાં ગુજરાત, મુંબઈ અને દિલ્હીના ઉદ્યોગપતિઓ જાેડાયેલા હતા.