દિલ્હીમાં AAPને મોટો ઝટકો: પરિવહન મંત્રીએ પત્રમાં વિસ્ફોટ કર્યો
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આપ અને મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું
(એજન્સી) નવી દિલ્હી, દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટી અને મંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. આપમાંથી રાજીનામું આપીને તેમણે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. Kailash Gahlot AAP Delhi government
કૈલાશ ગેહલોતે પત્રમાં લખ્યું છે કે, શીશમહેલ જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જે હવે દરેકને શંકામાં મૂકે છે કે શું આપણે હજી પણ આમ આદમી હોવામાં વિશ્વાસ કરીએ છીએ ? હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી સરકાર તેનો મોટાભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં સમય પસાર કરે છે, તો દિલ્હી માટે કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ શકે નહીં.
મારી પાસે છછઁથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે મંત્રી પદ તેમજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે જે ઈમાનદાર રાજનીતિના કારણે તેઓ પાર્ટીમાં જોડાયા હતા તે હવે નથી થઈ રહ્યું. અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને ‘શીશમહેલ’ ગણાવતા તેમણે અનેક આક્ષેપો કર્યા હતા.