Western Times News

Gujarati News

“મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નહેરૂની રાજનિતિ ભુલાઈ” ?!

BJP દિલ્હી વિધાનસભામાં સતત હારતું આવ્યું છે ! આ વખતે ભા.જ.પ. રેવડીના રાજકારણમાં કુદી પડયું છે !

દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી રેવડીના રાજકારણ વચ્ચે તિવ્ર સ્પર્ધા અને વ્યુહાત્મક ચક્રવ્યુહ અને મત વિભાજન આ વખતે ચૂંટણીનું પરિણામ બદલવામાં કામિયાબ થશે ?!

તસ્વીર દિલ્હી વિધાનસભાની છે ! દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કોંગ્રેસના શ્રી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના કેજરીવાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ! રેવડીના રાજકારણની સ્પર્ધા જામીન છે ?! સત્તા માટે લોકશાહી સિધ્ધાંતો નેવે મુકાયાની ચર્ચાએ દિલ્હીમાં જોર પકડયું છે ! ત્યારે આક્રમક મત વિભાજન થશે કે લોકો એક તરફી મતદાન કરશે ?!

ભા.જ.પ. દિલ્હીમાં સતત હારતું આવ્યું છે ! આ વખતે ભા.જ.પ. રેવડીના રાજકારણમાં કુદી પડયું છે ! દિલ્હીમાં એક સમયે કોંગ્રેસ મજબુત હતી તેની મત બેંક આમ આદમી પાર્ટી ખાઈ ગયું છે ?! તેવા સમય અને સંજોગોમાં કોંગ્રેસ આ વખતે પોતાની તૂટેલી વોટ બેંક પુનઃ સ્થાપિત કરવા ચક્રવ્યુહ ઘડયો છે ! ફકત રેવડીનું રાજકારણ નથી ચલાવ્યું કાંઈક નવા વ્યુહ ઘડવાના મુડમાં છે !

૪૭ વર્ષ પછી કોંગ્રેસે અકબરો પરથી ફિરોજ શાહ માર્ગ પર મુખ્યાલય સ્થળાંતર કર્યુ છે ! બીજી તરફ પ્રિયંકા ગાંધી અને મÂલ્લકા અર્જુન ખડકે દિલ્હીમાં વ્યુહાત્મક પ્રચારનો તખ્તો તૈયાર કર્યાે છે ! જો એ કામિયાબ થાય તો દિલ્હીમાં કોગ્રેસની સ્થિતિ સુધરી શકે છે ! મોટું મત વિભાજન થાય તો તેનો લભ ભા.જ.પ.ને મળી શકે છે ! આમ આદમી પાર્ટી ડેમેજ કંટ્રોલ કેટલો કરે છે એના પર હાર જીતની મદાર છે !

બાકી ‘રેવડીના રાજકારણ’માંતમામ પક્ષો સરખા છે ! મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ, ર્ડા. ભિમરાવ આંબેડકરનો યુગ એ સિધ્ધાંતના રાજકારણનો યુગ હતો ! હવે ફકત વાતોના વડા થાય છે અને મતદારો પણ અવઢવમાં આવી ગયા છે ! જોઈએ દિલ્હીમાં શું થાય છે ? ! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

કેટલાંક અધિકારીઓ લાંચ લઈ કામ કરે છે ?! હવે મતદારો કથિત લાંચની અપેક્ષાએ મતદાન કરે છે ?! તો ત્રિરંગાની શાનનું શું ?!

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, ‘નેતા જયારે પોતાના અંતરઆત્માના અવાજની વિરૂધ્ધ વર્તે ત્યારે બિનઉપયોગી બની જાય છે’!! જયારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે, ‘ધર્મના નામ ઉપર દેશનું આ એક વિભાજન પુરતું છે, હવે વધુ વિભાજનોને નોતરા આપવાનું પાપ આપણે ન કરીએ’!! જયારે પંડિત જવાહરલાલ નહેરૂએ કહ્યુંછે કે, ‘નિષ્ફળતા ત્યારે જ મળે જયારે આપણે આદર્શ હેતુઓ અને સિધ્ધાંતોને ભુલી જઈએ છીએ’!!

મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરૂએ આપેલા સિધ્ધાંતો, મૂલ્યોને કોંગ્રેસ મેનીફેસ્ટોમાં સામેલ કરેલ છે ! બંધારણ કમિટીના ચેરમેન ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ અને ર્ડા. ભિમરાવ આંબેડકરે રચેલા અને નેતૃત્વ કરેલા ‘ભારતીય બંધારણ’ને કોંગ્રેસે ફોલો કર્યું છે !! ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ હતાં તો દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતાં

તેમણે દેશની આઝાદી પછી સાવ ખરાબ હાલતમાં દેશ ચલાવ્યો, પાંગળી આર્થિક પરિસ્થિતિમાં દેશનું નેતૃત્વ કર્યુ ! એની ટીકા કરી શકાય નહીં ! કારણ કે જે તે સમયે પંડિત જવાહરલાલ નહેરૂએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશની પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવાની ફરજ પડી હતી ! કારણ કે અંગ્રેજો ભગલા પાડો ને રાજ કરોનો મંત્ર આપતા ગયા હતાં ! જે રાજકીય કુનેહથી પ્રશ્નો જે તે સમયે કોંગ્રેસના શાસકોએ ઉકેલ્યા હતાં !

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે, ‘ગાંધીજી મારા ગુરૂ છે, અને હું તેમનો શિષ્ય છું’! આવી ભાવનાઓ અગાઉ દેશના નેતાઓમાં હતી ! આજે સમય બદલાયો છે અને કોંગ્રેસ સામે અનેક પડકારો છે !

આગામી દિલ્હીની ચૂંટણીમાં ભા.જ.પ., આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ‘સત્તા’ માટે શરૂ થયેલા ‘રેવડીના રાજકારણ’માં દેશની સંસ્કૃતિનો મૃત્યુઘંટ વાગ્યો છે ! શું આ મતોની ખરીદીનું રાજકારણ નથી ???!

બ્રિટીસ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, “એક નાનકડો માણસ એક નાનકડા બેલેટ પેપર પર એક નાનકડી ચોકડી કરે છે અને પોતાનો મત નાનકડા બેલેટ બોકસમાં નાંખે છે અને લોકશાહીમાં મતદારો ભવ્ય ક્રાંતિ સર્જે છે”!! આજે બ્રિટન, અમેરિકા, જાપાન સહિતના દેશો બેલેટ પેપર દ્વારા જ બેલેટ બોકસમાં પોતાનો મત નાંખે છે ! ઈલેકટ્રીક વોટિંગ મશીન દ્વારા મતદાન હાલ સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ભારતમાં થાય છે !

દેશમાં દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વધ્યો છે ! મોંઘવારી અને ગુન્હાખોરીએ માજા મુકી છે ! આથી હવે રાજકીય પક્ષોએ સત્તા હાંસલ કરવી એ જ એક માત્ર રાજકીય પક્ષોની રણનિતિ બની ગઈ છે ! “સત્તા” ગમે તે ભોગે મળવી જ જોઈએ અને તેનો સરળ ઉપાય રાજકીય પક્ષોએ શોધી કાઢયો છે ! મફતમાં રેવડી વેચવી ?! આ રેવડીનું રાજકીય કલ્ચર એ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે ! લોકો જયારે મફતનો લાભ લેવા મત આપે છે એ જ પ્રકારે કેટલાક અધિકારીઓ મફત માં લાભ મેળવી લોકોના કામ કરે છે તો આ એક ખુલ્લો ભ્રષ્ટાચાર જ થયો ને ?!

આવું ભ્રષ્ટ કલ્ચર દરેક ક્ષેત્રમાં વ્યાપી ગયું છે ! કાલે લશ્કરના અધિકારીઓ બોર્ડર ઉપર લાંચ લઈ વિરોધી દેશને મદદ કરશે તો શું ?! ન્યાય ક્ષેત્રે ખુલ્લો ભ્રષ્ટાચાર થશે તો શું ?! આવતી કાલે મિડીયા જગતને પણ અન્ડર ટેબલ ખરીદી લઈ કે જાહેર ખબર આપી સત્યને ખરીદી લેવાશે તો શું થશે ?! આજે પણ લોકો “ગોદી મિડીયા” શબ્દ વાપરતા થયા છે !

અખબારમાં છપાતા અને ઈલેકટ્રોલ મિડીયામાં આવતા ઈન્ટરવ્યુ પર લોકો ભરોસો શા માટે કરશે ?! અને અંતે “લોકશાહી સીસ્ટમ” પડી ભાંગશે ?! તેમાંથી સરમુખત્યારશાહીનો વિકાસ થશે તો પછી ત્રિરંગાની શાનનું શું ?! લોકોની આઝાદીનું શું ?! ન્યાય પ્રતિષ્ઠાનું શું ?! કુદરતે પ્રયોજેલા કુદરતી ન્યાયના સિધ્ધાંતોનું શું ?! દુનિયા અને દેશ જાણે “સર્વનાશ” તરફ આગળ નથી વધી રહ્યો ?!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.