દિલ્હીની હવા ઝેરી બનીઃ ધોરણ પાંચ સુધીની શાળાઓમાં રજા જાહેર
જીઆરએપીના સ્ટેજ-૩ને લાગુ કરવા સૂચનઃ માસ્ક પહેરવા નિષ્ણાતોની સલાહ
નવી દિલ્હી, દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક સરકારી અને ખાનગી સ્કૂલ બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાણકારી આપી છે. પાંચમાં ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ રહેશે.રાજધાનીમાં દિવસભર ધુમ્મસ છવાયું હતું. આવી સ્થિતિમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. વાયુ પ્રદૂષણ બાળકો અને વૃદ્ધો માટે જાેખમી માનવામાં આવે છે.
દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. શુક્રવારે ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૦૦થી ઉપર નોંધાયો હતો. ૩૦૦થી ઉપરની રેન્જ અત્યંત જાેખમી કેટેગરીમાં આવે છે. ખરાબ હવાની ગુણવત્તાને કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કાનો અમલ કર્યો.
બિન-જરૂરી બાંધકામ, તોડી પાડવા અને રેસ્ટોરાંમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા મુજબ આપણે વર્ષના એવા સમયે છીએ જ્યાં પ્રદૂષણ ફરી એકવાર વધવાનું શરૂ થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સમય આવી ગયો છે કે આપણે માસ્કનો ઉપયોગ કરીએ અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળીએ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, શુક્રવારે લોધી રોડ પર છઊૈં ૪૩૮, જહાંગીરપુરીમાં ૪૯૧, ઇદ્ભ પુરમમાં ૪૮૬ અને ૈંય્ૈં એરપોર્ટ પર ૪૭૩ નોંધાયો હતો. ભારતીય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી દિવસોમાં દિલ્હીની હવા વધુ ખરાબ થઈ શકે છે. સીએમ અરવિંદ કેજરીવાલે પાંચમા ધોરણ સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને બે દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ય્ઇછઁ-૩ પર ચર્ચા કરવા માટે આજે બપોરે ૧૨ વાગ્યે તમામ સંબંધિત વિભાગોની બેઠક બોલાવી છે. ય્ઇછઁ-૩ હેઠળ, તમામ બિન-જરૂરી બાંધકામ અને ડિમોલિશનની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. મ્જી-૩ પેટ્રોલ અને મ્જી-૪ ડીઝલ લાઇટ મોટર ફોર વ્હીલર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પીક અવર્સ પહેલા દરરોજ રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવો પડશે.
દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. જેના કારણે સામાન્ય લોકોમાં અસ્થમા અને સીઓપીડીના દર્દીઓ ઉપરાંત શરદી, ઉધરસ, ચીડિયાપણું, અનિદ્રા, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, શરીરનો દુખાવો, માથાનો દુખાવો અને આંખની તકલીફના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે દિલ્હીની છૈંૈંસ્જીમાં ૫૦% દર્દીઓ,
સફદરજંગમાં ૫૫ થી ૬૦%, ઇસ્ન્ અને ન્દ્ગત્નઁમાં ૫૦ થી ૫૫%, ય્મ્, આંબેડકર સહિત સંજય ગાંધી હોસ્પિટલમાં ૬૦% થી વધુ દર્દીઓ પ્રદૂષણથી થતા રોગોથી પીડિત છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે અસ્થમા અને ફેફસાના દર્દીઓએ ૨ થી ૩ મહિના સુધી દિલ્હીની બહાર રહેવું જાેઈએ, જેથી રોગ નિયંત્રણમાં રહી શકે. ૩ વર્ષ બાદ ઓક્ટોબરમાં દિલ્હીમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ નોંધાઈ છે. જીછહ્લછઇ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ઓક્ટોબરના અંતિમ દિવસે રાજધાનીની એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૭ નોંધાયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૦માં દિલ્હીનો સરેરાશ છઊૈં ૨૫૭ નોંધાયો હતો.