ડિલિવરી બોયે 16 મોબાઈલ, 1 લેપટોપ, બે ઘડિયાળ ચોરી લીધી
ગ્રાહકોએ મંગાવેલી મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ ડિલિવરી બોયે ચોરી લીધી -૧૬ મોબાઈલ, એક લેપટોપ, બે ઘડિયાળ, એક દૂરબીન, બે બ્લુટુથ, એક ઈસ્ત્રીની ચોરી
અમદાવાદ, નિકોલમાં આવેલા કુરિયરના ગોડાઉનમાંથી ૧૬ મોબાઈલ, એક લેપટોપ, બે ઘડિયાળ, એક દૂરબીન, બે બ્લુટૂથ, એક ઈસ્ત્રીની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફ્લિપકાર્ટમાં જે ગ્રાહકો ચીજવસ્તુઓ મોકલાવી હોય તેને ડિલિવરી કરવાનું કામ નિકોલ ખાતે આવેલી એક કુરિયર કંપની કરતી હતી.
કુરિયર કંપનીમાં ૪૦ યુવકો પોડકટની ડિલિવરીનું કામ કરે છે જ્યારે સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે ઈલેકટ્રોનિકસની કેટલીક ચીજવસ્તુઓ ગાયબ હતી અને તે ગ્રાહક સુધી પહોંચી ન હતી. સંચાલક તેમજ મેનેજરને શંકા જતા અંતે તેમણે તપાસ કરીહતી અને કોઈ ડિલિવરી કરતા યુવકે ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નવા નરોડા વિસ્તારમાં આવેલા શ્રી બાલાજી એન્કલેવમાં રહેતા રિષભ પાલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ૪.૯૮ લાખના સાધનની ચોરીની ફરિયાદ કરી છે. રિષભ પાલ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિકોલ ખાતે આવેલી એનટેકસ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. અનઠેકસ કંપની ફ્લિપકાર્ડ ઓનલાઈન કુરિયર ડિલિવરીનું કામ કરે છે જેમાં અંદાજે ૪૦ યુવકો નોકરી કરે છે.
થોડા સમય પહેલાં ફ્લિપકાર્ડ ઓનલાઈન કંપનીનો મોટો સેલ હતો અને તેની ડિલિવરી કરવા પાર્સલો વધુ પ્રમાણમાં આવ્યા હતા. તમામ પાર્સલની ડિલિવરી કરવાનું કામ ૪૦ યુવકોએ કર્યું હતું. આ દરમિયાન કંપનીમાં આવેલા સ્ટોકની ગણતરી થઈ રહી હતી. ત્યારે ૧૬ મોબાઈલ, એક લેપટોપ, બે ઘડિયાળ, એક દૂરબીન, બે બ્લુટુથ, એક ઈસ્ત્રી ગાયબ હતા. રિષભ અને કંપનીના માલિકને શંકા થઈ ગઈ હતી કે કોઈ કર્મચારીએ જ ચોરી કરી છે.
રિષભ સહિતના લોકોએ ગોડાઉનમાં ગુમ થયેલી ચીજવસ્તુઓનું ચેકિંગ કર્યું હતું પરંતુ તે મળી ના આવતા અંતે ફરિયાદ કરી છે. રિષભે આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોકરી કરતાં યુવકો પૈકી એક જણાએ ચોરી કરી હોવાના આરોપ ઉઠયા છે. યુવકે ૪.૯૮ લાખની ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓની ચોરી કરી હતી.
ઓઢવ પોલીસે કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો લઈને તપાસ મશરૂ કરી છે. ચોરી થયા બાદ કેટલા યુવકોએ નોકરી છોડી દીધી છે તેની પણ ઓઢવ પોલીસ તપાસ કરશે. ડિલિવરી કરવાની આડમાં ગ્રાહક સુધી ચીજવસ્તુઓ ન પહોંચાડીને ચોરી કરનાર યુવકનો ભાંડો થોડો દિવસોમાં ફૂટે તેવી શક્યતા છે.