Western Times News

Gujarati News

ડેલ્ટા એરલાઇન્સે કૂતરા માટે એક મુસાફરને સીટ છોડવાની ફરજ પાડી

વોશિંગ્ટન, જો તમે અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સમાં ટિકિટ બૂક કરાવી હોય અને તમારી સીટ પર કોઇ પર કૂતરો વીઆઇપીની જેમ બેઠો હોય તો આઘાત ન લગાડતા. ડેલ્ટાના એક મુસાફર સાથે આવા એક કિસ્સો બન્યો છે. આ મુસાફરે પણ પોતાની ફર્સ્ટ ક્લાસ સીટ અણધાર્યા સહયાત્રી માટે છોડવી પડી હતી.

મુસાફરે રેડ્ડિટ પર પોતાનો ગુસ્સો ઠાલવતા જણાવ્યું હતું કે પ્રથમ તેમને ફર્સ્ટ ક્લાકની ટિકિટ અપાઈ હતી, જોકે થોડી મિનિટમાં સીટ બદલી નાંખવામાં આવી હતી. તેનાથી તેમને હેલ્પ ડેસ્ક એજન્ટને સવાલ કર્યાે હતો કે આ શું થઈ રહ્યું છે. એજન્ટે જવાબ આપ્યો હતો કે સીટમાં ફેરફાર થયો છે.

વિમાનમાં ચડ્યા પછી પેસેન્જરને મોટો આઘાત લાગ્યો હતો, કારણ કે અગાઉ તેને ફાળવવામાં આવી હતી તે સીટ પર એક સહાયક કૂતરો બેઠો હતો. આ પેસેન્જરે આખરે સ્વીકારી લીધું હતું અને સમગ્ર મુસાફરી આ વીઆઇપી સહયાત્રી સાથે કરવી પડી હતી.

મુસાફરે આ સમગ્ર સ્થિતિને એક મોટી મજાક ગણાવીને સોશિયલ મીડિયા પર આ રુંવાટીદાર સહયાત્રીનો ફોટો પણ શેર કર્યાે હતો. આ મુદ્દે વિવાદ થતાં ડેલ્ટના સપોર્ટ સ્ટાફે જણાવ્યું હતું કે સર્વિસ એનિમલને પ્રાથમિકતા આપવાની એરલાઇની નીતિ છે, પછી ભલે બીજા પેસેન્જરને સ્થળાંતરિત કરવા પડે છે.

ડેલ્ટા બીજા મુસાફરો પણ આ કમનસીબ મુસાફરની હતાશાને સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને જણાવ્યું હતું કે આ અમેરિકન મેઇન કેટેગર સિન્ડ્રોન છે.

ડેલ્ટાના કર્મચારીએ જણાવ્યું હતું કે વધારાના લેગરૂમ અને સરળતાથી મળી જાય તેવી સીટ સામાન્ય રીતે અપંગ મુસાફરો અથવા તેમના સહાયક પ્રાણીઓ માટે અનામત રાખવામાં આવે છે. જો અપંગ વ્યક્તિની જરૂરિયાત હોય તો ડેલ્ટા તેમને પ્રાથમિકતા આપવા માટે કાનૂની રીતે બંધાયેલી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.