Western Times News

Gujarati News

પુખ્તવયની યુવતીઓ માતા-પિતાની સંમતિ વગર લગ્ન ન કરી શકે એવો કાયદો રચવા માંગણી

ગુજરાતના વિવિધ જ્ઞાતિના આગેવાનોએ પુખ્તવયની યુવતીઓ માતા-પિતા ની સંમતિ વગર લગ્ન ન કરી શકે એવો કાયદો રચવા માંગણી કરી છે પણ સરકાર બંધારણની ઉપરવટ જઈને તથા હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ઠુકરાવી કાયદો રચી શકશે?!

તસ્વીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે ઇન્સેટ તસ્વીર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ મોનાબેન ભટ્ટની છે તેમણે મુસ્લિમ યુવતી એ હિંદુ યુવક સાથે લગ્નના કેસમાં મુસ્લિમ માતા-પિતા વિરુદ્ધ ચુકાદો આપતા લગ્ન કરનાર યુવક યુવતીને ૧૨ સપ્તાહ માટે પોલીસ રક્ષણ આપવાને ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સંપર્ક નંબર આપવા હુકમ કરેલો આ કેસમાં મુસ્લિમ યુવતી ગ્રેજ્યુએટ હતી અને હિન્દુ યુવક એન્જિનિયર હતો!

સુપ્રીમકોર્ટ પણ મહત્વપૂર્ણ ચુકાદો કર્ણાટક રાજ્યમાં બેલેગાઉ જિલ્લામાં બનેલી ઘટનાના કેસના સંદર્ભમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી સંજય કિશન કોલ તથા જસ્ટીસ ઋષિકેશ રોયની બેન્ચે એવું અવલોકન કર્યું હતું કે બે પુખ્તવયની વ્યક્તિ પરસ્પર સંમતિથી લગ્ન કરવાનું નક્કી કરે તો તેમના સમુદાય કે પરિવાર કે નાત જાતની સંમતિની કોઈ જરૂર નથી!

સુપ્રીમકોર્ટે ૨૦૧૭માં એક ચુકાદો ધ્યાને લઈ ને નોંધ્યું છે કે જીવનસાથીને પસંદ અધિકારોનો અભિન્ન હિસ્સો છે કોઈ વ્યક્તિના પસંદગી પર તરાપ આવે તો તેનું ગૌરવ જળવાતું નથી એટલું જ નહીં લીવ ઇન રીલેશન શીપ માં સાથે રહેતા કપલને પણ સાથે જીવવાનો અધિકાર છે!

અને આવા કિસ્સામાં પણ ગુજરાત હાઇકોર્ટે પોલીસ રક્ષણ કરવાનો આદેશ કરેલો એ કોર્ટ રેકોર્ડ પર નોંધાયેલો છે! ત્રીજી તસવીર શ્રીકૃષ્ણની છે પુરાણોમાં થયેલી નોંધ મુજબ શ્રીકૃષ્ણ ભગવાને પણ રૂક્મણીજી સાથે ભાગીને લગ્ન કર્યા હતા! આમ હૃદયની સંવેદના સાથે જાેડાયેલા સંબંધો શ્રી ભગવાને પણ નિભાવ્યા છે

ત્યારે પુખ્તવયના યુવા વ્યક્તિની સંમતિથી થતા લગ્નને કાયદા દ્વારા અટકાવી શકાય નહીં તેની નોંધ સમાજ નહીં લે તો યુવાનો અને વડીલો વચ્ચે બિનજરૂરી સંઘર્ષ રચાશે અને તેથી દરેકે સમસ્યા કોઈપણ હોય તેનો હલ કરવા સાથે બેસીને માર્ગ કાઢવો તે જ ઉચિત છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

વિધાનસભાને કે સંસદને બંધારણની કલમ ૩૬૮ બંધારણના મૂળભૂત માળખાને બદલી નાખવાનો અધિકાર નથી! આ પણ માનવ સમાજે સમજવું પડશે!

ગુજરાત વિધાનસભાને લગ્ન કરતા અટકાવતો કાયદો ઘડવાની સત્તા ખરી?!

ગુજરાતની વિધાનસભા હોય કે ભારતની સંસદ હોય તેને માનવીના મૂળભૂત અધિકાર સાથે સુસંગત ન હોય તેવો કાયદો ઘડવાની સત્તા નથી એટલું જ નહીં ભારતની સંસદને બંધારણની કલમ ૩૬૮ પણ સંસદને બંધારણ માળખું કે આધાર તંત્ર બદલવા ની સત્તા નથી આપતું

ત્યારે ગુજરાતની વિધાનસભા કે કોઈ સરકાર ૧૮ વર્ષની પુખ્તવય ની દીકરીને પોતાની મરજી મુજબ લગ્ન કરતી વખતે માતા પિતાની સહી ફરજીયાત થવી જાેઈએ એવો કાયદો કરીને અમલ કરાવી શકે નહીં સરકાર લગ્ન કરવા માટે પુખ્તતા ૨૫ વર્ષનો કાયદો કરી શકે નહીં કારણ કે યુવકની ઉંમર ૨૧ વર્ષ નિર્ધારિત થઈ છે!

અને ૨૫ વર્ષની યુવતી પ્રેમ લગ્ન કરે તો તેનો મિલકતમાંથી અધિકાર છીનવાઈ જાય એવો પણ કાયદો કરી શકે નહીં બાબત તો એ છે કે જે સમાજે આ પ્રકારના કાયદાની રચના કરવા માગણી કરી છે. પણ પુત્ર પ્રેમ લગ્ન કરે તો શું એમની પર કોઈ રોક નહીં. આ તો બંધારણની કલમ ૧૪ નો ખુલ્લો ભંગ છે!

ક્‌કચડી નાખેલી સ્વતંત્રતા ને કાંટા ઉગી નીકળે છે – માર્ક્‌સ તુલીયસ સિસેરો

રોમન તત્વચિંતક વકીલ અને બંધારણવાદી માર્ક્‌સ તુલિયસ સિસેરો નામના તત્વચિંતકે કહ્યું છે કે “કચડી નાખવામાં આવેલી સ્વતંત્રતાને તિક્ષ્ણ કાંટા ઉગી નીકળે છે એ જ્યારે પછી પણ મળે ત્યારે અચાનક ને અસહ્ય પીડા આપે છે”!! જ્યારે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “જ્યાં ભૂલો કરવાની આઝાદી ના હોય એવી સ્વતંત્ર કોઈ જ કામની નથી”!!

ગુજરાતના મહેસાણા ખાતે કેટલીક જ્ઞાતિ અને સમાજના આગેવાનોએ મહાસંમેલન યોજી ૧૮ વર્ષની દીકરી પ્રેમ લગ્ન કરે તો તેમાં માતા-પિતાની સહી ફરજિયાત હોવી જાેઈએ મા-બાપની સંમતિ વગર કરાતા લગ્નમાં દીકરીની ઉંમર લઘુતમ ૨૫ વર્ષની હોવી જાેઈએ! અને ૨૫ વર્ષની યુવતી માતા પિતાની સંમતિ વગર લગ્ન કરે તો માતા-પિતાના સ્થાવર અને જાંઘમ મિલ્કતમાંથી ફારેગી કરતો વિધાનસભામાં કાયદો રચવા માગણી કરે છે જે ઘટનાની ચકચાર મચી ગઈ છે અને પ્રગતિશીલ બુદ્ધિજીવીઓ વકીલો અને કાયદાવિદોમાં રસપ્રદ ચર્ચા જાગી છે!!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.