કંગનાની ‘ઇમરજન્સી’ પર પંજાબમાં પ્રતિબંધની માંગ
મુંબઈ, કંગના રણોતની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી, પહેલાં તેની ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી ન મળી હવે, સેન્સર બોર્ડે સુધારા સૂચવ્યા અને એ સૂચનો સાથે સહમત થઇને કંગના ફિલ્મને રિલીઝ કરવાની તૈયારી કરી રહી છે. કંગના નવી રિલીઝ ડેટ નક્કી કરે તે પહેલાં નવી મુશ્કેલી ઊભી થઈ છે.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ આ ફિલ્મની રિલીઝ પર પંજાબમાં પ્રતિબંધ મુકવા માંગ કરી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના જીવન પર બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર પર શીખ સમાજ અને ઐતિહાસિક ઘટનાઓને ખટી રીતે રજૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા ૧૩ કટ અને સુધારાના સૂચનો કરવામાં આવ્યા છે, તેથી હજુ સેન્સર બોર્ડ તરફથી પણ લીલી ઝંડી મળી નથી. શિરોમણી કમિટીના પ્રમુખ હરજિન્દર ધામીનું કહેવું છે,“શીખોની છબિ ખરાબ કરવાની સાથે ફિલ્મમાં જરનેલ સિંઘ ભિન્દ્રાનવાલેને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યો છે, જે સમાજ ચલાવી લેશે નહીં. આ ફિલ્મ લોકોના મનમાં શીખ સમાજ વિરુદ્ધ ઝેર ફેલાવવાના હેતુથી બની છે.
તેથી અમે આ ફિલ્મ પંજાબમાં રિલીઝ થવા દઇશું નહીં.” આ ફિલ્મ પહેલાં ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ શીખ જૂથોએ તેનો વિરોધ કરતા અને તેની રિલીઝ સામે વાંધો ઉઠાવતા ફિલ્મ અટકાવી દેવામાં આવી હતી.
સેન્સર બોર્ડે બોમ્બે હાઈકોર્ટને સૂચનો અંગે જાણ કરી સાથે રીવિઝિંટિંગ કમિટીએ ફિલ્મની શરૂઆતમાં એક જાહેર ચેતાવણી મુકવાની પણ વિનંતિ કરી છે જેમાં એવું કહેવાવું જોઇએ કે,“સત્ય ઘટનાઓથી પ્રેરિત” અને “નાટ્યાત્મક રૂપાંતર”.SS1MS