વૂડન કટલરી, ટ્રે, સ્ટિરર્સ, આઇસક્રીમ સ્પૂનની માગમાં ઉછાળો
ભારત સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકી રહ્યું છે ટિયર 1 શહેરોમાં 50 ટકા સર્ચમાં મુંબઇ અને દિલ્હીનું યોગદાન-
બાંબુ સ્ટિકની સૌથી વધુ માગ ટિયર 1 શહેરોમાં દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં નોંધાઇ -ટિયર 2 શહેરોમાં વૂડ અને બાંબુ ડીલર્સની માગ 29 ટકા વધી, ટિયર 1 શહેરોમાં 22 ટકા વધી
મુંબઇ, સરકાર 1 જુલાઇથી સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર પ્રતિબંધને અમલમાં મૂકવા માટે સજ્જ છે ત્યારે જસ્ટ ડાયલ ઉપર વૂડ અને બાંબુ ડીલર્સની માગમાં વધારો થઇ રહ્યો છે કારણકે ઉત્પાદકો ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો તરફ વળવાનું વિચારી રહ્યાં છે. As India enforces ban on single-use plastic items, demand jumps up for wooden cutlery- trays-stirrers- ice cream spoons.
માર્ચ-એપ્રિલ-મે, 2022ના સમયગાળામાં પ્લેટફોર્મ ઉપર વૂડ અને બાંબુ ડીલર્સના સર્ચમાં 35 ટકા (ત્રિમાસિક ધોરણે)નો ઉછાળો આવ્યો છે, જેમાં વૂડ ડીલર્સની માગ મહત્તમ નોંધાઇ છે. આશરે 80 ટકા સર્ચ વૂડ ડીલર્સ માટે તથા બાકીની બાંબુ માટે થઇ હતી. આ ઉપરાંત લાકડાની કટલરી જેમકે ચમચી, છરી અને કાંટા, વૂડન સ્ટિરર, વૂડન આઇસક્રીમ સ્પૂન અને બાંબુ સ્ટીક વગેરે જેવી વિશાળ શ્રેણીની માગ પણ વધી છે, તેમ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના તાજેતરમાં અહેવાલમાં જણાયું છે.
જસ્ટ ડાયલના સીએમઓ પ્રસૂન કુમારે બદલાતા ટ્રેન્ડ્સ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “સસ્ટેનેબિલિટી હવે બિઝનેસિસના કેન્દ્રમાં છે અને તે દરેક ક્ષેત્રે પરિવર્તન લાવી રહ્યું છે. તેના પરિણામે વૂડ અને બાંબુ ડીલર્સની માગમાં વધારો થઇ રહ્યો છે
કારણકે મેન્યુફેક્ચરર્સ સરકારના નિયમોનું પાલન કરવા માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ટકાઉ વિકલ્પ શોધી રહ્યાં છે. જસ્ટ ડાયલે પ્લેટફોર્મ ઉપર વૂડ અને બાંબુ ડીલર્સની વિશાળ શ્રેણીની એકીકૃત કરી છે. વૂડ અને બાંબુ ડીલર્સના સર્ચ ટિયર 1 શહેરોમાં 22 ટકા અને ટિયર 2 શહેરોમાં 29 ટકા વધી છે.
ભારતના પ્રથમ ક્રમના લોકલ સર્ચ એન્જિન હોવા તરીકે જસ્ટ ડાયલ સ્થાનિક વ્યવસાયોને સિંગલ-યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સમાંથી ઇકો-ફ્રેન્ડલી વૂડ અને બાંબુ આધારિત પ્રોડક્ટ્સ તરફ સરળતાથી તબદીલ કરવામાં મદદરૂપ બનતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.”
વૂડ ડીલર્સની માગમાં દિલ્હી ટોચના ક્રમે છે, જ્યારે કે મુંબઇએ પણ ટિયર 1 શહેરોમાં સર્ચમાં લગભગ 50 ટકા જેટલું યોગદાન આપ્યું છે. વૂડ ડીલર્સ માટે કોલકત્તામાંથી સૌથી વધુ 22 ટકાની માગ નોંધાઇ છે. બાંબુ ડીલર્સની માગમાં દિલ્હી ટોચના ક્રમે છે, જે સાથે મુંબઇ અને બેંગ્લોર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.
ટિયર 2 શહેરો અને નગરોમાં ચંદીગઢ, જયપુર, ગુવાહાટી, લખનઉ અને જલંધર ટોચના પાંચ શહેરો છે, જ્યાં વૂડ અને બાંબુ ડીલર્સના મહત્તમ સર્ચ નોંધાયા છે.
વૂડ અને બાંબુ આધારિત પ્રોડક્ટ્સમાં લાકડાની ચમચીની માગ સૌથી વધુ નોંધાઇ છે. મુંબઇ અને દિલ્હીમાં લાકડાની ચમચીની માગ સર્વોચ્ચ રહી છે, જ્યારે કે બેંગ્લોર ત્રીજા ક્રમે છે. લાકડાની ચમચીની મહત્તમ માગ બાબતે ટોચના પાંચ ટિયર 2 શહેરોમાં મોરાદાબાદ, કોઇમ્બતુર, લુધિયાણા, કાનપુર અને લખનઉ સામેલ છે.
ટિયર 1 શહેરોમાં બાંબુ સ્ટિક્સની મહત્તમ માગ દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં જોવા મળી છે. આ ઉપરાંત મહત્તમ માગ ધરાવતા ટોચના પાંચ ટિયર 2 શહેરોમાં અલીગઢ, રાજકોટ, અજમેર, ગુવાહાટી અને મેંગ્લોર સામેલ છે.
વુડન ટ્રેની માગ મે 2022માં 41 ટકા (માસિક ધોરણે) વધી છે, જેમાં ટિયર 1 શહેરોમાં મુંબઇની સૌથી વધુ માગ નોંધાઇ છે, જે બાદ દિલ્હી અને બેંગ્લોર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ટિયર 2 શહેરોમાં સૌથી વધુ માગ સુરત, વડોદરા, ચંદીગઢ, જયપુર અને મોરાદાબાદમાં નોંધાઇ છે.
વુડન સ્ટિરર્સની સૌથી વધુ માગ ટિયર 1 શહેરોમાં દિલ્હી અને ત્યારબાદ મુંબઇ અને ચેન્નઇ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યાં છે. ટિયર 2 શહેરોમાં સૌથી વધુ માગ વારાણસી, ચંદીગઢ, કાનપુર, મદુરાઇ અને લખનઉમાં જોવા મળી છે.
છરી અને કાંટાની ટિયર 1 શહેરોમાં સૌથી વધુ માગ મુંબઇ, દિલ્હી અને ચેન્નઇમાં નોંધાઇ છે, જ્યારે કે ટિયર 2 શહેરોમાં સૌથી વધુ માગ કોઇમ્બતુર, ચંદીગઢ અને ફિરોઝોબાદમાં નોંધાઇ છે.
વૂડન આઇસક્રીમ સ્પૂનની સૌથી વધુ ટિયર 1 શહેરોમાં માગ ચેન્નઇમાં થઇ છે, જ્યારે કે મુંબઇ અને પૂના અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ટિયર 2 શહેરોમાં મદુરાઇ, ઇન્દોર અને જયપુર ટોચના ત્રણ શહેરો છે.