ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી તા. ૧૫ મી એપ્રિલ સુધી આપવા ખેડૂતોની માંગ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ખેડૂતોને તારીખ ૧૫ એપ્રિલ સુધી સિંચાઈનું પાણી આપવાની તંત્ર એ જાહેરાત કર્યા બાદ આ પાણી તારીખ ૩૧ માર્ચથી બંધ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે આ વિસ્તારના ખેડૂતો રોષ પૂર્વક જણાવે છે કે જો પાણી વહેલું બંધ થશે તો ખેડૂતોને ના છૂટકે ગાંધી ચીંધ્યા માંગે આંદોલન કરવાની ફરજ પડશે
ઠાસરા તાલુકાના ખેડૂતોની સિંચાઈના પાણી માટે માંગ.કરી રહ્યા છે. કાલસર, ધુણાદરા, આગરવા, જાખેડ, નેશ, રખિયાલ સહિતના ગામોના ખેડૂતો એ ઉનાળા પાક તરીકે સિંચાઈનું પાણી મળશે તેવી આશાથી પોતાના ખેતરમાં ડાંગણની વાવણી કરી છે આ વિસ્તારના ખેડૂતો કહે છે કે તંત્રએ અમને તારીખ ૧૫ એપ્રિલ સુધી સિંચાઈનું પાણી આપીશું તેવી બાયધરી આપી હતી
પરંતુ હવે તંત્ર દ્વારા ૩૧ માર્ચથી સિંચાઈનું પાણી બંધ કરી છે તેવી જાહેરાત કરી દીધી છે જેના કારણે તૈયાર થયેલ પાક અમારો સુકાઈ જાય તેવી શક્યતા છે એકવાર સરકાર ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાની વાત કરે છે અને પાછળથી આ પાણી ૧૫ દિવસ વહેલું બંધ કરવાની જાહેરાત કરીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે
ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ના ખેડૂતો મહી કેનાલ માંથી સિંચાઈનું પાણી ૧૫ એપ્રિલ સુધી મળશે તેવી આશાથી ખેતપાક કર્યા હતા પરંતુ સરકારની ૩૧ માર્ચથી પાણી બંધ કરાવી દેવાની જાહેરાતથી ખેડૂતો લાલ ગુમ થયા છે
અને જો તંત્ર દ્વારા વહેલું પાણી બંધ કરવામાં આવશે તો ના છૂટકે ગાધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું ખેડૂતો રોષ પૂર્વક જણાવે છે ખેડૂતોની કેનાલમાં ૧૫ એપ્રિલ સુધી સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી માંગ. છે