ભગવા વસ્ત્રની આડમાં ચારિત્ર્યહિન પ્રવૃતિ કરતા સાધુઓ સામે સરકાર કડક પગલાં ભરે તેવી માંગ
સ્વામિનારાયણ સિધ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડા કલેકટરને આવેદનપત્ર અપાયુ
(પ્રતિનિધિ) નડિયાદ, સુરત બ્રાન્ચ ઓફિસની શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટરને સાધુઓની સેક્સ લીલા બાબતે નારાજ થઈ આવેદનપત્ર આપ્યું છે જેમાં સાધુઓ સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી કરી છે જેથી સાંપ્રદાયનું હિત જળવાઈ રહે..
ખેડા જિલ્લા કલેકટરને આપેલા આવેદન પત્ર માં જણાવ્યું છે કે . શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયએ સંનાતન વૈદિક સંપ્રદાય છે જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલેકે ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ હરિભક્તો ભાઇઓ, બહેનો તમામ બંધાયેલ છે.
શ્રી સ્વામિનારાયણના સાધુએ ભાગવતી દિક્ષા અંગીકાર કરેલ, સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાને સ્થાપેલ સિંધ્ધાતો મુજબ વર્તન કરતા નથી, સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહી કે બીજા પાસે કરાવવો નહિ તેવી આજ્ઞા છે છતાં ખાનગી સંસ્થાઓ, ગુરુકુળો બનાવી સંપતિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપીડી કરે છે.,
સ્ત્રી સાથે બોલવું નહિ, સ્ત્રીનું મુખ જોવું નહિ, સ્ત્રીના વસ્ત્રને અડવું નહિ તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે અને બળાત્કાર કરે છે અને ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક, ચારિત્ર્યહિન પ્રવૃતિ કરે છે.,. કાયદા મુજબ સગીર વ્યક્તિ જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી તેને દિક્ષા આપીને કેવી રીતે સાધુ કરાય ?
છતાં પોતાના હવસ સંતોષવા, કામવાસનાને ઠારવા, નિર્દોષ સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરુકુળોમાં લલચાવી, લાવી અકુદરતી સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરે છે શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા છે., સમલૈગિંક સંબંધને દેશના કાયદાએ ગંભીર ગુનો ગણેલ છે જેમાં જામીન પણ મળતા નથી છતા આવા ગંભીર ગુનાઓ થાય છે,. અનેક કૌભાડો જે જાહેર થયા છે,
બનાવટી ચલણ નોટો છાપવુ તે રાષ્ટ્ર દ્રોહનો ગુનો છે, જમીન પચાવી પાડવી એ લેન્ડ ગ્રેબીગ કાયદા હેઠળ ગુનો બને છે, બળાત્કાર, કુમળા બાળકો સાથે હવસ ભોગવવી જેવા ગંભીર ગુનાઓ બાબતે સમાજના હિતમાં જવાબદારોએ સ્વયં પગલા લેવા જોઇએ તેના બદલે રજુઆત કરવા છતાં પગલા લેવાતા નથી , ધર્મના વડા પણ સંપ્રદાયના આવા સાધુઓની કરતુતો જાણવા છતાં તેઓને સંપ્રદાયમાંથી હાકી કાઢવાને બદલે છાવરે છે એ શું ધર્મનું રક્ષણ કરશે ?
આ કૃત્યોથી તમામ સનાતન ધર્મને લાંછન લાગે છે. સમાજમાં ધાર્મિક લાગણી ધરાવનારની લાગણી દુભાય છે. જલસા કરીશુ, હવસ સંતોષીશુ, નાણાં અને સંપતિ ભેગી કરાશુ તેવા બદ ઇરાદાથી સાધુ થયેલ છે. આવેદનપત્રમાં એવી માંગ કરી છે કે સરકારશ્રી આ બાબતે સખત પગલા તેમજ હવે કાંઈ સારી વ્યવસ્થા ગોઠવાય, તેવી કાર્યવાહી તાકીદે થાય તેવી માંગણી છે.