હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પાસે સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા દોરવાની માંગ
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પાસે અણિયાદ ચોકડી પાસે અકસ્માત ની ઘટના ના બને તે માટે સ્પીડબ્રેકર મુકવામા આવ્યા છે.
સ્થાનિક લોકોની માંગણીને લઈને સ્પીડબ્રેકર મુકવામા આવ્યા છે.પણ આ સ્પીડબ્રેકર પણ સફેદ પટ્ટા દોરવાની માંગ સ્થાનિક વાહનચાલકો દ્વારા કરવામા આવી છે.દુરથી આવતા વાહનચાલકો દ્વારા આ સ્પીડબ્રેકર ન દેખાતા હોવાથી અકસ્માતનો ભય સતાવાઈ રહ્યો છે.
ત્યારે જવાબદારતંત્ર દ્વારા સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા દોરવામા આવે તેમજ સ્પીડબ્રેકરની આગળ સુચનબોર્ડ મુકવામા આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામા આવી રહી છે.અણિયાદ ચોકડી પાસે આ સ્પીડબ્રેકર મુકવામા આવ્યા છે. તેના પર સફેદ પટ્ટા કે સુચનબોર્ડ મુકવામા આવ્યા નથી તસવીરમાં જોઈ શકાય છે.