ગોધરા અટલ ઉદ્યાન બપોરના સમયે ખુલ્લો રાખવા માંગ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરની મધ્યમાં આવેલ અટલ ઉદ્યાન (નહેરુ બાગ) માં નગર પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી રિનોવેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ કામગીરી ઢંગઢાળા વગરની અને હલકી કક્ષાના મટીરીયલ્સ વાપરીને કરવામાં આવી હોવાની બૂમ ઉઠવા પામી છે
લાખો રૂપિયા ના ખર્ચે બગીચામાં રિનોવેશનનું કામ તો થયુ પરંતુ બપોરના સમયે ૧૧ થી ૪ વાગ્યા સુધી પાલિકાના સત્તાધીશોએ મનસ્વી નિર્ણય લઈ આ બાગને બંધ રાખતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરજનોને મળતી શીતળતાનો લ્હાવો પણ છીનવી લીધો છે તો બીજીબાજુ બાગમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો લાઈટો પણ બંધ હાલતમાં હોવા
ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે બાગમાં સફાઈનું કામ પાલિકાના મુકેલા સફાઈ કર્મી નહીં પણ ગોધરાના એક સીનીયર સીટીઝન ઝાડું વડે સફાઈ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા
ઉનાળાની ગરમીમાં બપોરના સમયે બગીચો બંધ હોવાના કારણે લોકોને ક્યાં જવું તેની મુંઝવણમાં મુકાય છે ત્યારે પાલિકા તંત્રએ દિવસ દરમ્યાન બગીચાને ખુલ્લો રાખવામાં તેવી માંગ ગોધરાના નગરજનો માંથી ઉઠી છે.