Western Times News

Gujarati News

દિલ્હીમાં બાબર રોડનું નામ અયોધ્યા રોડ કરવાની માંગ

નવી દિલ્હી, છેલ્લા ઘણા સમયથી ઘણા શહેરોના નામ બદલાઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિન્દુ સેનાના કાર્યકરોએ બાબર રોડનું નામ બદલીને અયોધ્યા રોડ કરવાની માંગ કરી હતી. ત્યાં સુધી કે કેટલાક લોકોએ બાબર રોડના બોર્ડની નીચે અયોધ્યા માર્ગનું પોસ્ટર ચોંટાડી દીધું હતું.

હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે હિંદુ સેના લાંબા સમયથી બાબર રોડનું નામ બદલવાની માંગ કરી રહી છે. આ દેશ ભારત ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી વાલ્મીકિ, ગુરુ રવિદાસ જેવા મહાપુરુષોનો છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઉદ્ધઘાટન થવાનું છે અને હવે બાબર મસ્જિદ જ રહી નથી તો દિલ્હીના બાબર રોડનો શું કામ હવે તેનું નામ બદલવાનો સમય આવી ગયો છે.

નોંધનીય છે કે પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાેવાનો છે ત્યારે આ મંદિર એ જ જગ્યાએ બનાવવામાં આવ્યું છે જ્યાં પહેલા મુઘલ શાસક બાબરના નામ પર મસ્જિદ બનાવવામાં આવી હતી. હિન્દુ સેનાએ અગાઉ ૮ જાન્યુઆરીએ નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એનડીએમસી)ને પત્ર લખીને આ રોડનું નામ બદલીને બાબર રોડથી અયોધ્યા માર્ગ કરવાની માંગ કરી હતી.

આ પત્રમાં તેમણે એમ પણ લખ્યું હતું કે જેહાદી બાબરે ભારતના લોકો પર અત્યાચાર કર્યો અને હિંદુઓને બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હતું, હિન્દુઓના મઠોને તોડી નાખ્યા અને મંદિરો બાંધ્યા અને તે જગ્યા એ બળજબરીથી મસ્જિદો બનાવી હતી.

નોંધનીય છે કે બાબર રોડ નવી દિલ્હીના બંગાળી માર્કેટમાં સ્થિત છે અને આપણે બધા બાબર વિશે જાણીએ છીએ કે બાબર આક્રમણખોર, જેહાદી અને આતંકવાદી હતો. અને બાબર રોડ હિંદુઓ પર બાબર દ્વારા કરવામાં આવેલ ક્રૂરતા અને અત્યાચારની યાદ અપાવે છે. આથી આપને નમ્ર વિનંતી છે કે આ રોડનું નામ બદલીને અયોધ્યા માર્ગ કરવામાં આવે એવી વિનંતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.