Western Times News

Gujarati News

બે દિવસની રજા મંજૂર કરવા માંગી ૨૦૦ રૂપિયાની લાંચ

વલસાડ, વલસાડ જિલ્લામાં સામી દિવાળીએ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આરોપીએ ફરિયાદી કંડક્ટર પાસેથી બે દિવસની રજા મંજૂર કરવા માટે રૂપિયા ૨૦૦ની લંચ માગી હતી.

બીજી તરફ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર રમેશ રાવતનો ઘણા સમયથી તેમના સ્ટાફ પર બિનજરૂરી પરેશાન કરવાનો આક્ષેપ હતો. આવા સમયમાં ફરિયાદી કંડકટર પોતાની હકની રજા માટે રજા મંજૂર કરવા ગયો હતો, ત્યારે રજા પાસ કરવાની અવેજીમાં રૂપિયા ૨૦૦ની લાંચ માંગવામાં આવી હતી. જેને લઈને ફરિયાદી કંડક્ટરે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

સામી દિવાળીએ માત્ર ૨૦૦ની લાંચ લેવાનું આ પ્રકરણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. થોડા દિવસ પહેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુબા ગામના ઉપસરપંચ ત્રણ લાખ રૂપિયા લેતા ઝડપાયા હતા. ફરી એકવાર એસીબીની ટીમે વલસાડ જિલ્લાના ધરમપુરમાં સપાટો બોલાવ્યો છે, જેને લઈને સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કામના ફરીયાદી ધરમપુર એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હોય અને તેઓના ઘરે ધાર્મિક વિધી હોવાથી બે દિવસની રજા લેવાની હોય જે અંગે ફરીયાદી આરોપીને રૂબરૂમાં મળતા આરોપીએ ફરિયાદી પાસે રજા મંજૂર કરાવી આપવા રૂ.૨૦૦/- ની લાંચની માંગણી કરી હતી. સાથે જ ફરિયાદીને કહ્યું હતું કે, રજા અરજીનુ ફોર્મ ભરીને લઇને આવો ત્યારે વ્યવહારના રૂ.૨૦૦/- લેતા આવજાે.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ૨૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.