જંત્રી ઘટાડવા અને નવી જંત્રી લાગુ કરવા માટે સમય આપવામાં આવેની માંગ કરી
(પ્રતિનિધિ) બાયડ, રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં રાતોરાત અસહ્ય વધારો કરી દેતા બિલ્ડર લોબીમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે રાજ્યમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા શુક્રવારે દસ્તાવેજ નહીં કરવાનો ર્નિણય કરી વિરોધ નોંધાવવા આહવાન કર્યું હતું તેમજ ક્રેડાઈ અરવલ્લીએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જંત્રીનો દર ઓછો કરવા અથવા સમય આપવા માગ કરી હતી.
રાજ્ય સરકારે જંત્રી બમણી કરી દેતા બિલ્ડર્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જંત્રીના ભાવમાં સરકારે રાતોરાત બમણો વધારો કરી દેતા રાજ્યભરમાં જંત્રીનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અરવલ્લી ક્રેડાઈએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગુજરાત સ્થાપના દિવસથી નવી જંત્રી લાગુ કરવામાં આવે અને ૨૦ ટકા જંત્રી સહીત અનેક માંગણી કરી હતી બિલ્ડર્સ એસોસિએશન જંત્રી બમણી થતા રીઅલ એસ્ટેટમાં ભારે મંદી આવશે તો સરકાર દ્વારા પ્રજાલક્ષી અભિગમ રાખવા માંગ કરી હતી.
સરકારે બિલ્ડર લોબીને વિશ્વાસમાં લીધા વગર જંત્રીના ભાવ ડબલ કરી દેતા બિલ્ડરોમાં પણ ખૂબ જ નારાજગી પ્રવ્રત્તિ જવા પામી છે. જેથી જે અંગે કોન્ફડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઇન્ડિયા ક્રેડાઈ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. જાેકે આ બાબતે સરકાર ટસની મસ ન થતા રાજ્યભરમાં બિલ્ડરોએ જંત્રીના આ ભાવ વધારાનો વિરોધ કરવાનો ર્નિણય કર્યો છે. જેમાં ક્રેડાઈ દ્વારા આદેશ અપાતા દરેક જગ્યાએ બિલ્ડરો દ્વારા આવેદનપત્ર આપી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં મોડાસામાં પણ બિલ્ડર એસોસિયને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સરકારે બિલ્ડર લોબીને વિશ્વાસમાં લીધા વગર જંત્રીના ભાવ ડબલ કરી દીધા છે. જેની સીધી અસર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પડશે. તેમજ સામાન્ય માણસોને મકાન, દુકાન, પ્લોટ કે ફેક્ટરીમાં ડબલ જંત્રી ભરવાની આવશે. જેનો બોજાે પણ સહન કરવાનો આવશે. જેથી સરકાર દ્વારા આ અંગે ફરી વિચારણા કરવામાં આવે અથવા બિલ્ડરોને જંત્રીના દર વધારવા લાગુ કરવા માટે સમય આપવામાં આવેની માંગ કરી હતી