મલાડના ગેરકાયદેસર ૧૦થી વધુ સ્ટુડિયો પર બૂલડોઝર ફરી વળ્યું
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ફરિયાદ કરી હતી
(એજન્સી)મુંબઈ, મુંબઈના મલાડ (Malad) વિસ્તારમાં એક ગેરકાયદે સ્ટુડિયો પર બીએમસીનું (BMC) બુલડોઝર ચાલ્યુ હતું. આ વિસ્તારમાં ૧૦થી વધુ સ્ટુડિયો તોડી પાડવામાં આવી રહ્યા છે.
આ અંગે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ફરિયાદ કરી હતી. આ જગ્યા પર તેઓ કુહાડી અને પાવડો લઈને પણ પહોંચ્યા હતા. Demolition of Madh Malad illegal Film Studios in Mumbai Maharashtra
સોમૈયાએ આરોપ લગાવ્યો કે આ તમામ સ્ટુડિયો મહા વિકાસ આઘાડી સરકારના આશ્રય હેઠળ બનાવવામાં આવ્યા છે. હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ તમામ સ્ટુડિયોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. વધુમાં સોમૈયાએ જણાવ્યુ હતું કે ઉદ્ધવ ઠાકરે સરકારના ભ્રષ્ટાચારનું સ્મારક સમુદ્રની જમીન પર બનાવવામાં આવ્યું હતું.
#મુંબઈ – મલાડના #મઢ વિસ્તારમાં 1 હજાર કરોડના #ગેરકાયદે #સ્ટુડિયો પર ચાલ્યું #પાલિકાનું બુલડોઝર.. જુઓ #વિડીયો..#mumbai #malad #madhisland #illegal #studio #bulldozer #video #action #newscontinuous pic.twitter.com/khOmnCl0hN
— news continuous (@NewsContinuous) April 7, 2023
આદિત્ય ઠાકરેએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ સ્ટુડિયો તેમની સામે બનાવવામાં આવ્યો હતો. અમે ૨૪ મહિના લડ્યા અને જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેમને તોડી પાડવાનો ર્નિણય કર્યો ત્યારે અમને ન્યાય મળ્યો હતો.
કિરીટ સોમૈયાએ કહ્યું કે અમને હવે ન્યાય મળ્યો છે. હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેમને તોડી પાડવા સૂચના આપી છે. એક પછી એક તમામને તોડી પાડવામાં આવશે અને આમાં સંડોવાયેલા અધિકારીઓ અને મંત્રીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.